For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીનું મોટુ એલાન- કોંગ્રેસ સાથે કોઈ પણ રાજ્યમાં નહિ થાય ગઠબંધન

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થવા સાથે બસપા સુપ્રીમો માયાવતીએ મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થવા સાથે બસપા સુપ્રીમો માયાવતીએ મોટુ નિવેદન આપ્યુ છે. માયાવતીએ કહ્યુ છે કે આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ સાથે કોઈ પણ રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન નહિ થાય. બસપા સુપ્રીમોએ કહ્યુ કે ઉત્તર પ્રદેશ જ નહિ અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરવામાં આવે. કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે એવામાં કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે બસપાનું ગઠબંધન નહિ થાય.

કોંગ્રેસને માયાવતીએ આપ્યો તગડો ઝટકો

કોંગ્રેસને માયાવતીએ આપ્યો તગડો ઝટકો

બસપા અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસ અંગે આ એલાન એવા સમયમાં કર્યુ છે જ્યારે 14 માર્ચથી પ્રિયંકા ગાંધીનો યુપી પ્રવાસ શરૂ થવાનો છે. વાસ્તવમાં આગામી ચૂંટણી અંગે બસપા અને સમાજવાદી પાર્ટીએ મહાગઠબંધન કર્યુ છે. આમાં રાષ્ટ્રીય લોકદળ પણ શામેલ છે. જો કે સપા-બસપા ગઠબંધન છકાં કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલીની બે સીટો કોંગ્રેસ માટે છોડી દીધી છે. જો કે કોંગ્રેસ પણ યુપીની આ લોકસભા ચૂંટણીની સંપૂર્ણ તૈયારીમાં લાગી ગઈ છે. આ જ કારણ છે કે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ખાસ રીતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મજબૂત કરવા માટેની મોટી જવાબદારી આપવામાં આવી છે.

કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિઃ માયાવતી

ભલે સપા-બસપા ગઠબંધનમાં કોંગ્રેસને શામેલ નથી કર્યા પરંતુ અખિલેશ યાદવ સતત કહેતા રહ્યા છે કે કોંગ્રેસ પણ તેમના ગઠબંધનનો હિસ્સો છે. જો કે જે રીતે માયાવતીએ કોંગ્રેસ વિશે મોટુ એલાન કર્યુ. તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે તેમનુ કોંગ્રેસ સાથે ગઠબંધન યુપી જ નહિ પરંતુ અન્ય રાજ્યમાં પણ સંભવ નહિ બને.

ચૂંટણી એલાન બાદ માયાવતીનો મોટો નિર્ણય

ચૂંટણી એલાન બાદ માયાવતીનો મોટો નિર્ણય

ચૂંટણી એલાન બાદ બસપા સુપ્રીમો માયાવતીએ મંગળવારે કહ્યુ કે આગામી ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈ પણ રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીની ગઠબંધન નહિ થાય. બસપા અધ્યક્ષે કહ્યુ કે ઉત્તર પ્રદેશ જ નહિ અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ઈથોપિયન પ્લેન ક્રેશઃ શિખાએ પોતાના પતિને આપેલુ એક વચન જે રહી ગયુ અધુરુઆ પણ વાંચોઃ ઈથોપિયન પ્લેન ક્રેશઃ શિખાએ પોતાના પતિને આપેલુ એક વચન જે રહી ગયુ અધુરુ

English summary
Mayawati says BSP will not have any alliance with Congress in any state, to contest upcoming elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X