સિંધુ બૉર્ડરઃ લખબીર સિંહની હત્યા પર માયાવતીએ કહ્યુ - પીડિત પરિવારને 50 લાખ અને એક નોકરી આપે સરકાર

પંજાબમાં લખબીર સિંહની હત્યા પર બહુજન સમાજવાદી પાર્ટી(બસપા)ના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.

નવી દિલ્લીઃ હરિયાણા-દિલ્લીની સિંધુ બૉર્ડર પર ખેડૂત આંદોલનકારીઓના મુખ્ય મંચ પાસે એક વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી. જેની ઓળખ પંજાબના તરનતારન જિલ્લાના ચીમા ખુર્દ ગામના રહેવાસી લખબીર સિંહ તરીકે થઈ. તે 35-36 વર્ષનો એક મજૂર હતો અને અનુસૂચિત જાતિનો હતો જેને નિહંગે માર્યો હતો. તેની હત્યા પર બહુજન સમાજવાદી પાર્ટી(બસપા)ના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. માયાવતીએ મૃતકના પરિવારજનોને આર્થિક મદદ તેમજ સરકારી નોકરી આપવાની પણ માંગ કરી છે.

mayawati

માયાવતીએ ટ્વિટર દ્વારા કહ્યુ કે સિંધુ બૉર્ડર પર પંજાબના દલિત યુવકની હત્યા દુઃખદ તેમજ શરમજનક છે. તેમણે લખ્યુ કે, 'અમારી માંગ છે કે પોલિસ ઘટનાને ગંભીરતાથી લે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે.' બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે પંજાબના દલિત મુખ્યમંત્રી પણ આ ઘટનાને ગંભીરતાથી લે. લખીમપુર ખીરીની જેમ તે પણ પીડિત પરિવારને 50 લાખ રૂપિયાની મદદ તેમજ સરકારી નોકરી આપે.

15 ઓક્ટોબરની સવારે મૃત મળ્યા હતા લખબીર સિંહ

હરિયાણા-દિલ્લીની સિંધુ બૉર્ડર પર લખબીર સિંહ 15 નવેમ્બરની સવારે 5 વાગે ખેડૂત આંદોલનકારીઓના મુખ્ય મંચ પાસે બેરિકેડ્ઝ પર મૃત અવસ્થામાં ટંગાયેલી હાલતમાં મળ્યા હતા. હત્યારાએ તેમના હાથ-પગ કાપી દીધા હતા. હત્યા બાદ લાશને લોખંડના બેરીકેડ્ઝ પર ટાંગવામાં આવી હતી. વળી, બાજુમાં તેમના કાપેલા હાથ પણ ટાંગી દેવામાં આવ્યા. લાશ દેખાયા બાદ ત્યાં હોબાળો મચી ગયો. બાદમાં પોલિસે લાશને કબ્જે લઈને હૉસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યુ હતુ.

lakhbir singh

સંયુક્ત કિસાન મોરચાનુ નિવેદન આવ્યુ

આ ઘટના પર સંયુક્ત મોરચાનુ નિવેદન પણ આવ્યુ છે. મોરચા તરફથી કહેવામાં આવ્યુ કે ઘટના સ્થળે હાજર નિહંગોના એક સમૂહે એક વ્યક્તિની નૃશંસ હત્યાની જવાબદારી લીધી છે. નિહંગે કહ્યુ કે આ ઘટના એટલા માટે થઈ કારણકે લખબીરે 'સરબલોહ ગ્રંથ'ની બેઅદબી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જણાવવામાં આવી રહ્યુ છે કે લખબીર અમુક સમયથી નિહંગોના એક સમૂહ સાથે જ રહેતો હતો. જો કે નિહંગોએ તેને મારી નાખ્યો. હવે સંયુક્ત મોરચાનુ કહેવુ છે કે અમારે ના તો નિહંગો સાથે કોઈ લેવા-દેવા છે અને ના મૃતક સાથે કોઈ મુશ્કેલી હતી. મોરચાએ હત્યાની નિંદા પણ કરી છે. સંયુક્ત મોરચાના પદાધિકારીઓએ કહ્યુ, 'અમે કોઈ પણ ધાર્મિક પાઠ કે પ્રતીકના અપમાનના વિરોધી છીએ પરંતુ આ મામલો કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી આપતો. અમે માંગ કરીએ છીએ કે દોષિતોને કાયદા મુજબ સજા મળે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X