For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરૂખ પર પ્રતિબંધ યથાવત, વાનખેડે જઇ શકશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shah-rukh-khan
મુંબઇ, મુંબઇ ક્રિકેટ સંઘ દ્રારા કોલકત્તા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન પર લગાવવામાં આવેલો પાંચ વર્ષનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવશે અને તે આ વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયંસ વિરૂદ્ધ રમાવનારી પોતાની ટીમની મેચ જોઇ શકશે નહી.

એમસીએ સંયુક્ત સચિવ નિતિન દલાલે રવિવારે કહ્યું હતું કે મુંબઇ ઇન્ડિયંસ સાથે થનાર કરારમાં એક પ્રાવધાન છે કે જે વ્યક્તિને સ્ટેડિયમમાં આવવા દેવા પર પ્રતિબંધ છે તે પરિસરમાં ન આવી શકે. આ કોઇ વ્યક્તિ વિશે નથી.

નિતિન દલાલે કહ્યું હતું કે અમે આઇપીએલ અધિકારી અને ટીમ માલિકો સહિત બધાને જણાવી દિધું છે. અન્ય એક સંયુક્ત સચિવ પી વી શેટ્ટીએ આ મુદ્દે વધુ વાત કરવાની મનાઇ કરતાં કહ્યું હતું કે પ્રતિબંધ યથાવત રહેશે.

શાહરૂખ ખાનના વાનખેડે સ્ટેડિયમ સહિત એમસીએ પરિસરમાં પ્રવેશ પર પાંચ વર્ષનો પ્રતિબંધ છે. વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતાવાળી એમસીએની પ્રબંધ સમિતિએ ગત વર્ષે 18 મેના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે શાહરૂખ ખાન વાનખેડે સ્ટેડિયમમાં સુરક્ષાકર્મીઓ સાથે બાથભીડી હતી.

જો કે શાહરૂખ ખાને મનાઇ કરી છે કે તેમને કોઇ ગેરવર્તણૂક કરી હતી, તેમને કહ્યું હતું કે સુરક્ષા સ્ટાફે બાળકો સાથે ગેરવર્તણૂક કરી હતી ત્યારબાદ તેમણે આ પગલાં ભર્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે એમસીએના સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ જણાવી દિધું છે કે ત્રણ એપ્રિલથી શરૂ થનાર આઇપીએલના છઠ્ઠા સત્ર દરમિયાન તે શાહરૂખ ખાનને પરિસરમાં પ્રવેશવા નહી દે.

English summary
Mumbai Cricket Associations five-year ban imposed on KKR owner Shah Rukh Khan last year stands and he will not be able to attend his teams IPL match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X