Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi MCD Results: દિલ્લી નગર નિગમમાં આપની શાનદાર જીત, પાર કર્યો બહુમતનો આંકડો, જીતી 126 સીટ

દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) બહુમતીનો આંકડો પાર કરી ગઈ છે.

Delhi MCD Results: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) બહુમતીનો આંકડો પાર કરી ગઈ છે. 250 વોર્ડમાંથી AAPએ બહુમતીનો આંકડો પાર કર્યો અને 126 બેઠકો જીતી લીધી છે. જ્યારે ભાજપને 97 બેઠકો મળી છે. કોંગ્રેસે 7 બેઠકો અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી છે. 250 વોર્ડ માટે મતગણતરી હજુ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલની AAPએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 15 વર્ષના શાસનને ઉથલાવી દીધુ છે.

kejriwal

આપ કાર્યકરોએ શરુ કરી ઉજવણી

ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ AAPએ અત્યાર સુધીમાં 250 વોર્ડમાંથી 126 વોર્ડ જીત્યા છે. 2007થી નાગરિક સંસ્થા પર શાસન કરી રહેલી ભાજપ 97 બેઠકો જીતવામાં સફળ રહી છે. 15 વર્ષ બાદ MCD ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલા જ રાજધાની દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આપ કાર્યકરો વિજયની ઉજવણી કરી રહ્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ ઑફિસની સામે એકઠા થઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલના નારા લગાવતા ઉજવણી કરી રહ્યા છે.

આપે વ્યક્ત કર્યો હતો વિશ્વાસ

તમને જણાવી દઈએ કે મતગણતરીના પ્રારંભિક તબક્કા દરમિયાન ભાજપે લગભગ દોઢ કલાક સુધી રુઝાનમાં આગળ રહીને દિવસની શરૂઆત કરી પરંતુ રુઝાનમાં એવો ફેરફાર થયો કે અંતિમ પરિણામોની જાહેરાત સુધી આપની લીડ રહી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં જ્યાં ભાજપે ચોથી વખત ચૂંટણી જીતવાનો દાવો કર્યો હતો ત્યાં AAPએ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લોકોને નફરતની રાજનીતિ પસંદ નથીઃ ભગવંત માન

બહુમતી અંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે અરવિંદ કેજરીવાલે દિલ્લીમાંથી કોંગ્રેસના 15 વર્ષના શાસનને ઉખાડી નાખ્યુ છે. હવે 15 વર્ષ જૂની MCD પણ ઉખડી ગઈ છે. લોકોને નફરતની રાજનીતિ પસંદ નથી. તેઓ શિક્ષણ, વીજળી, સ્વચ્છતા માટે મત આપે છે. હવે દિલ્લી સાફ થશે.

રાઘવ ચઢ્ઢાનુ નિવેદન

AAP નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ભાજપને દિલ્લીના લોકો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે. વિકાસ માટે કામ કરનારને જનતાએ મત આપ્યો છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર જે 'કાદવ' ફેંકવાનો પ્રયાસ કર્યો તે આજે દિલ્લીએ સ્પષ્ટ કરી દીધુ છે. અમે દિલ્લીને વિશ્વના સૌથી સુંદર શહેરમાં ફેરવીશુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X