MCD હાઉસમાં હંગામોઃ FIR નોંધાવવા AAP નેતાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા દિલ્લીના મેયર, BJP જશે કોર્ટ
દિલ્લી નગર નિગમ ગૃહમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી થઈ ત્યારબાદ નવા મેયર શૈલી ઓબેરૉય અને આપ નેતાઓએ ભાજપ સામે એફઆઈઆર નોંધાવી.
MCD House ruckus: ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે નગર નિગમ ગૃહમાં જોરદાર મારામારી થઈ. આ હંગામા બાદ દિલ્લીના નવા ચૂંટાયેલા મેયર શૈલી ઓબેરૉય આપના નેતાઓ સારિકા ચૌધરી અને આશુ ઠાકુર સાથે ભાજપના કાઉન્સિલરો સામે કેસનોંધાવવા માટે કમલા માર્કેટ પહોંચ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે સ્થાયી સમિતિની ચૂંટણી ભાજપની માંગ મુજબ થ ઈ. ત્યારબાદ પણ તેમણે હંગામો કર્યો અને મારા પર હુમલો કરવા માટે મંચ પર આવી ગયા.

મેયર શૈલી ઓબેરૉયે વધુમાં કહ્યુ કે મને બચાવવા માટે હું મહિલા સિવિલ ડિફેન્સ કર્મીઓનો આભાર માનુ છુ. સાથે જ મેયરે કહ્યુ કે ભાજપે પોતાની હાર સ્વીકારી લેવી જોઈએ. ભાજપે ત્યારે હુમલો કર્યો જ્યારે તેના સભ્યોને લાગ્યુ કે તેઓ સ્થાયી સમિતિની ચૂંટણી હારી જશે.આપ નેતાઓએ આરોપ લગાવ્યો કે જ્યારે દિલ્લીના મેયરને એમસીડી હાઉસમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ભાજપ કોર્પોરેટર અર્જુન મારવાહે એક્ઝિટ પોઈન્ટ પર તેમના પર હુમલો કર્યો હતો.
આપના આરોપ બાદ ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મેયરે જાહેરાત કરી કે દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે નવેસરથી યોજાશે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના નેતા અને પટેલ નગરના વોર્ડ નંબર 86માંથી કાઉન્સિલર, શૈલી ઓબેરૉય દિલ્લીના નવા મેયર તરીકે ચૂંટાયા. શેલી ઓબેરૉયે તેમની હરીફ રેખા ગુપ્તાને 34 વોટથી હરાવ્યા. આમ આદમી પાર્ટીએ શુક્રવારે મોટો દાવો કરતા કહ્યુ કે, ભાજપના કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. ભાજપના કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે.
આપ નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે દિલ્લી એમસીડી સ્ટેન્ડિંગ કમિટીના 6 સભ્યોના મતદાનમાં આપને 138 વોટ મળ્યા અને ભાજપને ઓછા વોટ મળ્યા. તેમણે કહ્યુ કે આપના 134 કોર્પોરેટર હતા, એક ભાજપમાં જોડાયો. સૌરભ ભારદ્વાજે કહ્યુ કે અહીં કોંગ્રેસના કોઈ કોર્પોરેટર નથી, તેનો અર્થ એ છે કે ભાજપના કેટલાક કોર્પોરેટરો છે જેમણે આપને મત આપ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
