For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવેક્સીનને લઈ સવાલો પર બોલ્યા ભારત બાયોટેકના એમડી કૃષ્ણા, અમારી વેક્સીન સંપૂર્ણ રીતેે સુરક્ષિત

કોવેક્સીનને લઈ સવાલો પર બોલ્યા ભારત બાયોટેકના એમડી કૃષ્ણા, અમારી વેક્સીન સંપૂર્ણ રીતેે સુરક્ષિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રવિવારે ભારત બાયોટેકની કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. વેક્સીનને મંજૂરી આપવાને લઈ કેટલાય નિષ્ણાંતોએ સવાલ ઉઠાવ્યા છે, આ સવાલ ત્રીજા તબક્કાના ટ્રાયલને લઈને છે. વેક્સીન પર સવાલને લઈ આજે ભારત બાયોટેકના એમડી કૃષ્ણા એલાએ જવાબ આપ્યો છે. એલાએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે હું મારા ડેટામાં પારદર્શી નથી. મને લાગે છે કે લોકોએ ધીરજથી વાંચવું જોઈએ. અમે ઈન્ટરનેટ પર લેખ પ્રકાશિત કર્યા છે. 70થી વધુ લેખ વિવિધ આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં પ્રકાશિત થયા છે.

bharat biotech

કૃષ્ણા એલાએ કહ્યું કે, અમે માત્ર ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ નથી કરી રહ્યા. અમે બ્રિટેન સહિત 12થી વધુ દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કર્યાં છે. અમે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અન્યદેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છીએ. અમે માત્ર એક ભારતીય કંપની નથી, અમે વાસ્તવમાં એક વૈશ્વિક કંપની છીએ. અમે રસીમાં અનુભવ ના હોય તેવી કંપની નથી. અમારી પાસે રસીનો જબરદસ્ત અનુભવ છે. અમે 123 દેશ માટે કામ કરી રહ્યા છીએ. અમે એકમાત્ર કંપની છીએ, જેમને સમીક્ષા પત્રિકાઓમાં આટલો વ્યાપક અનુભવ અને પ્રકાશન મળ્યું છે. એલાએ એમ પણ કહ્યું કે કેટલાક લોકો વેક્સીનનું રાજનૈતિકરણ કરી રહ્યા છે. હું સ્પષ્ટ રૂપે જણાવવા માંગું છું કે મારા પરિવારનો એકેય સભ્ય કોઈપણ રાજનૈતિક દળ સાથે જોડાયેલો નથી.

Disease Xથી પીડિત દર્દીનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરે કહ્યું- અમે ડરેલા છીએ, અને ડરવું જરૂરી છેDisease Xથી પીડિત દર્દીનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરે કહ્યું- અમે ડરેલા છીએ, અને ડરવું જરૂરી છે

ભારત બાયોટેકના એમડી કૃષ્ણા ઈલાએ કહ્યું કે કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવી દેશ માટે ગૌરવની વાત છે અને ભારતના વૈજ્ઞાનિક ક્ષમતા માટે એક મીલનો પથ્થર છે. આ વેક્સીન આ મહામારી દરમ્યાન મેડિકલ જરૂરતો મુજબ છે. અમારો લક્ષ્ય આ વૈશ્વિક વસ્તી સુધી પહોંચવાનો છે જેને આની સૌથી વધુ જરૂરત છે. કોવેક્સીનને કેટલાય વાયરલ પ્રોટીનો માટે મજબૂત ઈમ્યૂન રિસ્પૉન્સ સાથે ઉત્કૃષ્ટ સુરક્ષા ડેટા ઉત્પન્ન કર્યા છે, જે યથાવત છે.

જણાવી દઈએ કે કેટલાક એક્સપર્ટે કહ્યું કે કોવેક્સીનના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલના જે પરિણામ છે, તે પોઝિટિવ છે પરંતુ નવેમ્બરમાં શરૂ થયેલ ત્રીજા ફેઝના ટ્રાયલના ડેટા હજી સુધી પૂરા નથી આવ્યા. એવામાં ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ આવતા પહેલાં વેક્સીનને લઈ સવાલ ઉઠી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આ વેક્સીનનો ક્લોઝ મોનિટરિંગની અપીલ કરી છે.

English summary
MD of Bharat Biotech said our corona vaccine is completely safe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X