કુંભ કરુણાંતિકા માટે હું નહીં પણ મીડિયા જવાબદાર: આઝમ ખાન

જોકે આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી આઝમખાને કુંભમેળાના પ્રભારી મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. જોકે બાદમાં તેમણે બધો દોષ મીડિયા પર થોપી દીધો છે. અને તેમણે જણાવ્યું છે કે જો આ ઘટનામાં તેમની અને તેમના વિભાગની કોઇ જવાબદારી સામે આવશે તો તેઓ તેમના મંત્રીપદેથી પણ રાજીમાનુ આપી દેશે.
આઝમખાને એક કાર્યક્રમમાં જણાવ્યું કે આ ઘટનાની જવાબદારી બ્રેકિંગ ન્યૂઝ ચલાવનાર ન્યૂઝ ચેનલોની છે. તેમણે ન્યૂઝ ચેનલો પર આરોપ લગ્યાવ્યો કે તેઓ નાની વાતનું પણ વતેસર બનાવી દે છે. તેમના જણાવ્યા અનુસાર ન્યૂઝ ચેનલવાળાઓએ કુંભમાં નાળામાં પડી જવાથી બે લોકોના મોતની ખબરને મેળામાં થયેલી ભાગદોડ બતાવીને સનસની ફેલાવી દીધી જેના પગલે આ ઘટના ઘટી.
તેમણે જણાવ્યું કે તેમના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર પહોંચી ગયા. રેલવે સ્ટેશન પર વધેલી ભીડ અને રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી ટ્રેનોની ખોટી માહિતીના પગલે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે આ કરુણાંતિકા સર્જાઇ. તેમણે જણાવ્યું કે જો તપાસમાં મારા વિભાગની ભૂલ સામે આવે તો તેઓ તેમના મંત્રી પદેથી પણ રાજીનામુ આપી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી સાંજે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર આ ઘટના ઘટી હતી જેમાં 36 લોકોના મોત થયા હતા. જોકે આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી કુંભમેળાના આયોજક મંત્રી આજમખાને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.












Click it and Unblock the Notifications
