For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કફ સિરપની તપાસ કરી રહ્યા છે જેના સેવનથી ગામ્બિયામાં થયા 66 બાળકોના મોતઃ WHO

WHOએ ભારતની મેડન ફાર્માસ્યુટીકલ્સને તેના ચાર કફ એન્ડ કોલ્ડ સિરપને લઈને ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ WHOએ ભારતની મેડન ફાર્માસ્યુટીકલ્સને તેના ચાર કફ એન્ડ કોલ્ડ સિરપને લઈને ચેતવણી આપી છે. એએફપી મુજબ ડબ્લ્યએચઓની આ ચેતવણી પશ્ચિમ આફ્રિકાના દેશ ગામ્બિયામાં 66 બાળકોના મોત બાદ જાહેર કરી છે. જેની માહિતી સંગઠને ટ્વિટ કરીને આપી છે. ડબ્લ્યુએચઓની એ પણ ચેતવણી આપી કે દૂષિત દવાઓ પશ્ચિમ આફ્રિકી દેશની બહાર વિતરીત કરવામાં આવી શકે છે. જો આમ થાય તો આનુ વૈશ્વિક સ્તરે અસર દેખાઈ શકતી હતી.

who

WHO ભારતની મેડન ફાર્માસ્યુટીકલ્સ(Maiden Pharmaceuticals)દ્વારા બનાવવામાં આવેલ 4 ખાંસી અને ઠંડીની સિરપ પર એલર્ટ જાહેર કર્યુ છે. સંગઠને પોતાના નિવેદનમાં કહ્યુ કે તે મેડન ફાર્માસ્યુટીકલ્સ સાથે આગળની તપાસ કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠને બુધવારે મેડન ફાર્માસ્યુટીકલ્સ દ્વારા બનાવેલ ચાર ખાંસી અને ઠંડીની સિરપ પર એક મેડિલક પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યુ. જેમાં ચેતવણી આપવામાં આવી કે આ કિડનીની ગંભીર ઈજા અને ગામ્બિયામાં 66 બાળકોમાં મોત સાથે જોડાયેલુ હોઈ શકે છે.

મેડન ફાર્માસ્યુટીકલ્સની તપાસ ચાલુ

રિપોર્ટ મુજબ ગ્લોબલ હેલ્થ બૉડીએ કહ્યુ કે તે ભારતમાં કંપની અને નિયામક પ્રાધિકરણે સાથે આગળની તપાસ કરી રહ્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ કે ચાર ઉત્પાદનોમાંથી પ્રત્યેકના નમૂના પ્રયોગશાળા વિશ્લેષણ પુષ્ટિ કરે છે કે તેમાં ડાયથિલીન ગ્લાઈકૉલ અને એથિલીન ગ્લાઈકૉલની અસ્વીકાર્ય માત્રા છે.

ડબ્લ્યુએચઓના મહાનિર્દેશકે શું કહ્યુ?

ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અદનહોમ ગેબ્રેહેસુસે કહ્યુ કે, 'WHOએ આજે ગામ્બિયામાં ઓળખાયેલ ચાર દૂષિત દવાઓ માટે એક ચિકિત્સા ઉત્પાદ એલર્ટ(medical product alert) જાહેર કર્યુ છે જે સંભવિત રીતે ગંભીર કિડની ઈજાઓ અને 66 બાળકોના મોત સાથે જોડાયેલુ છે. આ યુવા જીવનનુ નુકશાન તેમના પરિવારો માટે દિલ તોડનારુ છે.'

કંપનીનો આ મામલે ટિપ્પણીથી ઈનકાર

આ તરફ રૉયટર્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નવી દિલ્લી સ્થિત કંપનીએ આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. તમને જણાવી દઈએ કે ગયા મહિને ગામ્બિયાની સરકારે કહ્યુ હતુ કે તે મોતોની પણ તપાસ કરી રહી હતી કારણકે જુલાઈના અંતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તીવ્ર કિડની ઈજાના કેસોમાં વધારો થયો હતો.

English summary
Medical product alert issue by WHO for four India Made Cold medicine Cough Syrup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X