મળો બાબરી મસ્જિદમાં રામની મુર્તિ રાખનારા કેકે નાયરને, જેના કારણે રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યુ
રામ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે અને તેનું 22 જાન્યુઆરીએ ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. ઉદ્ધાટન સમયે બાબરી મસ્જિદ ધ્વંસ્ત અને તેની સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ પણ આવી રહ્યો છે.
રામ મંદિરના નિર્માણમાં એક ઘટના સૌથી મહત્વની સાબિત થઈ છે. આ ઘટના વિવાદીત જગ્યા પર રામની મુર્તિ રાખવાની ઘટના છે. આ ઘટના બાદ બાબરી મસ્જિદ ધ્વંસ્ત કરાઈ અને મંદિર નિર્માણ થઈ રહ્યું છે.

રામ મંદિરના ઉદ્ધાટન વચ્ચે એ વ્યક્તિને યાદ રાખવો જરૂરી છે કે જેણે વિવાદિત સ્થળ પરથી મૂર્તિઓ હટાવવાના તત્કાલીન પીએમ જવાહરલાલ નેહરુના આદેશની અવગણના કરી હતી.
આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેનું નામ ફૈઝાબાદ જિલ્લાના ડીએમ કેકે નાયર છે. પીએમ જવાહરલાલ નેહરુએ વિવાદિત સ્થાન પર રાખવામાં આવેલી રામની મૂર્તિઓને હટાવવા માટે બે વખત આદેશ આપ્યો હતો, પરંતુ તેમને બાજુ પર મૂકીને કેકે નાયરે બંને વખત તેમના આદેશનું પાલન કરવામાં અસમર્થતા દર્શાવી.
આ પછી તેની છબી હિન્દુ અધિકારી તરીકે થઈ, જેનાથી તેમને ઘણો ફાયદો થયો. તે પછી કેકે નાયર અને તેમની પત્નીએ લોકસભાની ચૂંટણી લડી અને જીતી ગયા. નવાઈની વાત એ છે કે તેના ડ્રાઈવરને પણ આનો ફાયદો મળ્યો. તેમના ડ્રાઈવરે યુપી વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા.
22-23 ડિસેમ્બર 1949 ની મધ્યરાત્રિ દરમિયાન બાબરી મસ્જિદમાં કથિત રીતે છુપાઈને રામની મૂર્તિઓ રાખવામાં આવી હતી. આ પછી સમગ્ર અયોધ્યામાં એવો હોબાળો થયો કે ભગવાન જન્મભૂમિમાં પ્રગટ થયા છે.
લિબરહાન કમિશનના રિપોર્ટ અનુસાર, તે સમયે સ્થળ પર તૈનાત કોન્સ્ટેબલ માતા પ્રસાદે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામ દુબેને ઘટનાની જાણ કરી. માતા પ્રસાદે જણાવ્યું કે, 50 થી 60 લોકો પરિસરના તાળા તોડી અંદર પ્રવેશ્યા અને ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરી. આ પછી ભગવા રંગમાં રામ લખવામાં આવ્ય.
હેમંત શર્માએ તેમના પુસ્તક યુદ્ધ મેં અયોધ્યામાં ઉલ્લેખ કર્યો છે કે કેરળના અલેપ્પીના રહેવાસી કેકે નાયર 1930 બેચના આઈએએસ અધિકારી હતા અને તેમણે જ બાબરી સ્ટ્રક્ચરમાં મૂર્તિઓ સ્થાપિત કરી હતી.
હેમંત શર્માએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે બાબરી કેસ સંબંધિત નાયર એવા વ્યક્તિ છે જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી મોટો નિર્ણય લીધો. આની ભારતના સામાજિક-રાજકીય ફેબ્રિક પર ઊંડી અસર પડી.
1 જૂન 1949ના રોજ તેઓ ફૈઝાબાદના કલેક્ટર બન્યા. 23 ડિસેમ્બર 1949 ના રોજ ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં રાખવામાં આવી. ત્યારબાદ પંડિત નેહરુએ ઉત્તર પ્રદેશના તત્કાલિન સીએમ ગોવિંદ બલ્લભ પંતને મૂર્તિઓને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો.
યુપી સરકારના આ આદેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ કેકે નાયરે રમખાણોના ડર અને હિંદુ ભાવનાઓને ભડકાવવાના કારણે આ આદેશને પૂર્ણ કરવામાં અસમર્થતા દર્શાવી હતી.












Click it and Unblock the Notifications
