મળો ભારતની 4 સૌથી ખૂબસૂરત મહિલા IAS-IPS ઓફિસરને, બ્યુટી વિથ બ્રેઈનની દેશભરમાં ચર્ચા થાય છે
IAS-IPS બનવુ એ દરેક વ્યક્તિઓનું સપનું હોય છે. તેમાં પણ મહિલાઓ માટે આ મોટી ઉપલબ્ધી હોય છે. આજે આપણે ભારતની આવી જ કેટલીક ખૂબસૂરત મહિલા ઓફિસરો વિશે વાત કરવા જઈ રહ્યા છે.
દેશમાં ઘણી એવી મહિલાઓએ સિવિલ સર્વિસની આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી મહિલા IAS અને IPS ઓફિસર્સનો પરિચય કરાવીશું, જેમની મહેનત અને સમર્પણ સાથે તેમની સુંદરતાની ખુબ ચર્ચા થાય છે.

નવજોત સિમી
આ લિસ્ટમાં પહેલું નામ આઈપીએસ ઓફિસર નવજોત સિમીનું છે. આઈપીએસ ઓફિસર નવજોત સિમીએ જેટલી સારી રેન્ક સાથે પરીક્ષા પાસ કરી તેટલી જ સુંદર પણ છે. નવજોત એક મોડેલ જેવી દેખાય છે. એટલું જ નહીં IAS ઓફિસરનું દિલ નવજોત પર આવી ગયું અને વર્ષ 2023માં તેણીએ IAS ઓફિસર તુષાર સિંગલા સાથે લગ્ન કર્યા. આ દિવસોમાં નવજોત તેની નાની પરીને લઈને ચર્ચામાં છે. તેણી હાલમાં જ માતા બની છે.
ટીના ડાબી
IAS ઓફિસર ટીના ડાબીને કોઈ પરિચયની જરૂર નથી. ટીનાએ પ્રથમ પ્રયાસમાં જ UPAC પરીક્ષા પાસ કરી હતી. ટીના સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે. ટીના ડાબી તેના બે લગ્નને કારણે પણ ચર્ચામાં રહી છે.
સૃષ્ટિ જયંત દેશમુખ
28 માર્ચ 1995ના રોજ મધ્ય પ્રદેશમાં જન્મેલી સૃષ્ટિનું બાળપણથી જ IAS ઓફિસર બનવાનું સપનું હતું. તેણી તેના પરિવારમાં પ્રથમ અધિકારી બની હતી. સૃષ્ટિએ 23 એપ્રિલે IAS ઓફિસર ડોક્ટર નાગાર્જુન બી ગોડવા સાથે લગ્ન કર્યા છે. સૃષ્ટિ કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી.
પરી બિશ્નોઈ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલની પૌત્રી બીજેપીના ધારાસભ્ય ભવ્યા બિશ્નોઈ સાથે લગ્ન કરીને તાજેતરમાં જ ચર્ચામાં આવેલી પરી બિશ્નોઈ પણ કોઈ પરીથી ઓછી નથી. પરી રાજસ્થાન કેડરની IAS ઓફિસર છે.
પરીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન દરમિયાન સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. ઘણીવાર પરી બિશ્નોઈની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.












Click it and Unblock the Notifications
