મળો IPL માં અત્યારસુધીમાં છવાયેલી મિસ્ટ્રી ગર્લ્સને, રાતોરાત વાયરલ થઈને સ્ટાર બની ગઈ
IPL 2023 શરૂ થવાની તૈયારી છે ત્યારે હવે તેને લઈને ચર્ચા થઈ રહી છે. આઈપીએલ ખેલાડીઓ સાથે સાથે તેના ફેન્સને પણ સ્ટાર બનાવી દે છે. આ વાતનો પુરાવો છે વાયરલ થયેલી મિસ્ટ્રી ગર્લ્સ. આઈપીએલ મેચ દરમિયાન વિવિધ સિઝનમાં ઘણી મિસ્ટ્રી ગર્લ્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. આજે લોકોને પસંદ આવેલી બોલિવૂડની મિસ્ટ્રી ગર્લ્સ વિશે વાત કરવાના છીએ.

અદિતિ હુડિયા
અદિતિ હુડિયા પણ 2019 માં લોકો વચ્ચે વાયરલ થઈ હતી. IPL 2019 ફાઈનલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન અદિતિ મુંબઈને ચીયર કરતા મિસ્ટ્રી ગર્લ બની ગઈ હતી. હવે તે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ છે.

કાવ્યા મારન
કાવ્યા મારન શરૂઆતના મેચોમાં ગ્રાઉન્ડ પર જોવા મળતી હતી. તેના ફોટો ત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયા હતા. જો કે મોટા ભાગના ફેન્સને પાછળથી ખબર પડી કે તે સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ છે. હવે તે ખેલાડીઓની બોલી લગાવતી પણ જોવા મળે છે.

દીપિકા ઘોષ
દીપિકા ઘોષ 2019 માં રોયલ ચેલેન્જર બેંગ્લોરને સપોર્ટ કરતી ગ્રાઉન્ડ જોવા મળી હતી. રેડ કલરના તેના હોટ એન્ડ બોલ્ડ ડ્રેસને કારણે તેના પર કેમેરો આવતા જ વાયરલ થઈ ગઈ હતી. આરસીબીને ચિયર કરવાના અંદાજે તેને સ્ટાર બનાવી દીધી હતી.

આરતી બેદી
આરતી બેદી કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના એક મેચ દરમિયાન અચાનક કેમેરા સામે આવતા છવાઈ ગઈ હતી. આ મેચમાં કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી અને ઉમેશ યાદવના શાનદાર કેચ દરમિયાન તેનું રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતું. આરતી બેદી ડાન્સર અને એક્ટર છે.

માલતી ચાહર
આઈપીએલ 2018 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના એક મેચ દરમિયાન માલતી ચાહર મિસ્ટ્રી ગર્લ તરીકે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. માલતી ચાહર ભારતીય ક્રિકેટર દિપક ચાહરની બહેન છે. માલતી ધોનીની મોટી ફેન છે.












Click it and Unblock the Notifications
