છત્તીસગઢના કાંકેરમાં નક્સલીઓ વિરૂદ્ધ મેગા ઓપરેશન, કમાન્ડર સહિત 29 નક્સલી ઢેર
લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં સેનાએ નક્સલીઓ વિરૂદ્ધ મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યુ છે. આ ઓપરેશનમાં મોટી સખ્યામાં નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન પહેલા સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એક મોટી અથડામણ થઈ છે. આ ઘટનામાં 29 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. કાંકેર જિલ્લાના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર થયું છે.

સુરક્ષા દળોએ કાંકેરમાં નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. નક્સલવાદીઓ સાથેના આ અથડામણમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા જવાનોમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે. આ એન્કાઉન્ટરમાં 25 લાખનું ઈનામ ધરાવતો એક કમાન્ડર પણ માર્યો ગયો છે.
એન્કાઉન્ટર બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરાયુ છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી છે. અહેવાલો અનુસાર, નક્સલવાદીઓ પાસેથી એક AK-47 સહિત મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે.
સમાચાર અનુસાર, જંગલોમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે. માહિતી આપતાં આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું કે, કાંકેર જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર છોટેબેઠીયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ વિસ્તારમાં થયું.
આ પહેલા કાંકેર પોલીસે કહ્યું હતું કે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 8 નક્સલવાદીઓ માર્યા ગયા છે. હવે લેટેસ્ટ માહિતી અનુસાર 29 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એન્કાઉન્ટરમાં નક્સલવાદી કમાન્ડર શંકર રાવ માર્યો ગયો હોવાની આશંકા છે. પોલીસ ટૂંક સમયમાં આ મામલે નિવેદન જાહેર કરશે. શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું.
જણાવી દઈએ કે, છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે ગોળીબાર શરૂ થયો હતો.












Click it and Unblock the Notifications
