સત્યપાલ મલિક, ભાજપના એ નેતા જે કૃષિ કાયદા સામે સતત બુલંદ કરતા રહ્યા ખેડૂતોનો અવાજ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી જેટલા ખુશ આજે ખેડૂતો છે એટલી જ રાહત મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકને મળી રહી હશે. જાણો કારણ.
નવી દિલ્લીઃ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી જેટલા ખુશ આજે ખેડૂતો છે એટલી જ રાહત મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકને મળી રહી હશે. એક સમયે ભાજપના વરિષ્ઠ નેતા રહેલા સત્યપાલ મલિક, પાર્ટીના એ નેતાઓમાંથી હતા જે સતત કૃષિ કાયદા સામે ખેડૂતોના હકમાં બોલતા રહ્યા અને પોતાની સરકાર સામે આંદોલનકારીઓનો અવાજ બુલંદ કર્યો. હાલમાં જ સત્યપાલ મલિકે સરકારને ચેતવણી આપી હતી કે જો ખેડૂતોની માંગ પૂરી કરવામાં ન આવી તો આવનારી ચૂંટણીમાં ભાજપને ભારે નુકશાન વેઠવુ પડી શકે છે.

કૃષિ કાયદા રદ થવા પર શું બોલ્યા મલિક
શુક્રવારે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૃષિ કાયદા રદ થવા પર પોતાની પહેલી પ્રતિક્રિયામાં પીએમ મોદીનો આભાર માન્યો. સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'મે કહ્યુ હતુ કે મને મોદીજી પાસે આશા છે, હું મોદીજીને અભિનંદન આપુ છુ કે તેમણે મોટપણ બતાવ્યુ અન ખેડૂતોની તકલીફ ખતમ કરી. ખેડૂતોને પણ અભિનંદન આપુ છુ કે તેમણે બહુ તકલીફ સહન કરી પરંતુ અડગ રહ્યા. કાયદો બહુ પહેલા જ રદ કરી દેતા તો સારુ રહેત પરંતુ હવે મોદીજીએ આપણને મોટી ટ્રેજેડીમાંથી બચાવી લીધા.'

1 મહિના પહેલા જ કહ્યુ હતુ - સરકારે જ માનવુ પડશે
ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિકે શરુઆતથી જ ખેડૂતોના આંદોલનનુ જબરદસ્ત સમર્થન કર્યુ. તેમણે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીને ચેતવીને ઘણી વાર ખેડૂતોના હકમાં તેમનો અવાજ બુલંદ કર્યો. તેમણે આજથી લગભગ એક મહિના પહેલા જ કહી દીધુ હતુ કે કૃષિ કાયદા પર કેન્દ્ર સરકારે જ માનવુ પડશે, ખેડૂતો પાછા નહિ હટે અને શુક્રવારે આવુ જ થયુ. ખેડૂતોના સમર્થનમાં બોલીને સત્યપાલ મલિકે કહ્યુ હતુ, 'કેન્દ્ર સરકારે એમએસપી પર કાયદો બનાવી દેવો જોઈએ. એમાં સરકારને કોઈ નુકશાન પણ નથી.' આ પહેલ તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં ખેડૂતો માટે એમએસપી કાયદાની વાત કરી હતી.

કૂતરાના મોત પર શોક, 600 લોકો માટે કોઈ દુઃખ નહિ
લગભગ એક વર્ષથી ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં ઘણા ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા. જો કે કેન્દ્ર સરકાર તરફથી આના પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને સત્યપાલ મલિકે આના પર સરકારને ઘેરી. આ મહિનાની શરૂઆતમાં સત્યપાલ મલિકે ભાજપ પર હુમલો કરીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યો અને ખેડૂતોનુ સમર્થન કર્યુ. તેમણે કહ્યુ હતુ, 'દિલ્લીના નેતા કૂતરાની મોત પર શોક વ્યક્ત કરે છે પરંતુ તેમાંથી કોઈએ આંદોલન કરી રહેલા 600 ખેડૂતોના મોત પર દુઃખ વ્યક્ત ન કર્યુ.'

'તમારા પિતાજીએ મને રાજ્યપાલ નહોતો બનાવ્યો'
ખેડૂતોના સમર્થનમાં સતત કેન્દ્ર સરકાર અને ભાજપને ઘેરવા પર સત્યપાલ મલિકને સોશિયલ મીડિયા પર રાજીનામુ આપવાની સલાહ મળવા લાગી. આના પર તેમણે જડબાતોડ જવાબ આપીને કહ્યુ હતુ, 'અમુક લોકો લખી દે છે કે રાજ્યપાલ સાહેબ જો આટલુ અનુભવી રહ્યા હયો તો રાજીનામુ કેમ નથી આપી દેતા? હું તેમને કહેવા માંગુ છુ કે મને તમારા પિતાજીએ રાજ્યપાલ નહોતો બનાવ્યો અને ના હું વોટથી બન્યો હતો. મને દિલ્લીમાં બે-ત્રણ મોટા લોકોએ રાજ્યપાલ બનાવ્યો હતો અને હું તેમની જ ઈચ્છા વિરુદ્ધ બોલી રહ્યો છુ. જ્યારે તે મને કહી દેશે કે અમને મુશ્કેલી છે છોડી દો, ત્યારે હું(રાજીનામુ આપવામાં) એક મિનિટ પણ નહિ લગાડુ.'

યુપી અને લોકસભા ચૂંટણીમાં થશે નુકશાન
સત્યપાલ મલિકે ગુરુવારે પોતાના લેટેસ્ટ નિવદેનમાં ચૂંટણી માટે ભાજપને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે જો ખેડૂતોની માંગો માનવામાં નહિ આવે તો ભાજપને લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડશે. એટલુ જ નહિ તેમણે એ પણ કહ્યુ હતુ કે પશ્ચિમ યુપીમાં ભાજપના કોઈ પણ નેતા ખેડૂતો વચ્ચે તેમના ગામ નથી જઈ શકતા. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની ટિપ્પણી યાદ કરીને મલિકે કહ્યુ, 'દિલ્લીનો રસ્તો ખેતરોમાં થઈને પસાર થાય છે. જો ખેતર અને ખેતરવાળો ખુશ ના હોય તો તમને સફળતા નહિ મળે, સરકારને બધી જગ્યાએ નુકશાન થશે.'












Click it and Unblock the Notifications
