વિભાજન બાદ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવુ જોઈતુ હતુઃ હાઈકોર્ટના જજ

મેઘાલય હાઈકોર્ટના જજ જસ્ટીસ સુદીપ રંજન સેને કહ્યુ કે ભારત ધર્મના આધારે અલગ થયુ હતુ એટલા માટે તેણે પોતાને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી લેવુ જોઈતુ હતુ પરંતુ આજે પણ ભારત સેક્યુલર રાષ્ટ્ર છે.

મેઘાલય હાઈકોર્ટના જજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથી સિંહ, કાયદા મંત્રી અને સાંસદોને વિનંતી કરી છે કે તેઓ એવો કાયદો પાસ કરે જેનાથી હિંદુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી, ખસિસ, જેન્તિયાસ, ગારોને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ભારત આવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. તેમણે કહ્યુ કે કાયદો એવો હોવો જોઈએ જેમાં આ તમામ લોકોને ભારતની નાગરિકતા આપવા માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજની માંગ ન કરવામાં આવે.

દસ્તાવેજ વિના મળે નાગરિકતા

દસ્તાવેજ વિના મળે નાગરિકતા

જસ્ટીસ સુદીપ રંજન સેને કહ્યુ કે આજે પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ, પારસી, ખસિસ, જૈન્તિયાસ, ગારો લોકોનું શોષણ થઈ રહ્યુ છે અને તેમના પાસે જવા માટે કોઈ જગ્યા નથી. જે હિંદુ વિભાજન બાદ ભારત આવ્યા તેમને પણ વિદેશી માનવામાં આવે છે. મારુ માનવુ છે કે આ બહુ જ આતાર્કિક, ગેરકાયદેસર અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતની વિરોધમાં છે. આ સાથે જસ્ટીસ સેને કહ્યુ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા લોકોને ભારત આવવાની આઝાદી હોવી જોઈએ. તેમણે આ વાત એક અરજીની સુનાવણી દરમિયાન કહી. વાસ્તવમાં મેઘાલયના સ્થાનિક નાગરિકને જ્યારે રાજ્ય સરકાર તરફથી નિવાસ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો તો એની સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પર સુનાવણી કરતી વખતે જસ્ટીસ સેને આ વાત કહી.

કોઈએ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની કોશિશ ન કરવી જોઈએ

કોઈએ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની કોશિશ ન કરવી જોઈએ

જસ્ટીસે પોતાના આદેશમાં કહ્યુ કે હિંદુ અને શીખ જેમની ઉત્પતિ મૂળ રીતે ભારતમાં થઈ છે, તેમને ફરીથી એક વાર ભારત આવવાની આઝાદી મળવી જોઈએ. વળી, તેમને દેશની નાગરિકતા આપોઆપ મળી જવી જોઈએ. જસ્ટીસ સેન આટલે જ ન રોકોયા તેમણે કહ્યુ કે ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવુ જોઈતુ હતુ. જસ્ટીસે પોતાના ચુકાદામાં કહ્યુ કે પાકિસ્તાને પોતાના ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કરી દીધુ હતુ. ભારત ધર્મના આધારે અલગ થયુ હતુ એટલા માટે તેણે પોતાને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી લેવુ જોઈતુ હતુ પરંતુ આજે પણ ભારત સેક્યુલર રાષ્ટ્ર છે.

માત્ર મોદીજીની સરકાર જ આને સમજી શકે છે

માત્ર મોદીજીની સરકાર જ આને સમજી શકે છે

આ સાથે જસ્ટીસ સેને કેન્દ્ર સરકારના આસિસટન્ટ સૉલિસિટર જનરલ ઓફ ઈન્ડિયાયને નિર્દેશ આપ્યા છે કે તે તેમના નિર્ણયની એક પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, કાયદા મંત્રી, મેઘાલયના રાજ્યપાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પણ સોંપે. જજે કહ્યુ કે હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે કોઈએ પણ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાની કોશિશ ન કરવી જોઈએ અન્યથા ભારત અને દુનિયા માટે અભિશાપ હશે. મને ભરોસો છે કે માત્ર નરેન્દ્ર મોદીજીની આગેવાનીવાળી વર્તમાન સરકાર જ આ વિષયની ગંભીરતા સમજી શકે છે અને આના માટે યોગ્ય પગલાં લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X