મેઘાલય અને નાગાલેન્ડમાં વોટિંગ જારી

મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે શનિવારે સવારે કડક સુરક્ષાની વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ. મતદારો સાંજે ચાર વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. રાજ્યમાં કુલ 15 લાખ મતદારો છે જેઓ 345 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે. જેમાં 24 મહિલા ઉમેદવાર અને 122 અપક્ષિય ઉમેદવારોનો સમાવેશ થાય છે.
બીજી બાજું નાગાલેન્ડમાં પણ 60 બેઠકો માટે 188 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ દરમિયાન 11 લાખ 93 હજાર મતદાતા પોતાના મતાધિકારનો નિર્ણય કરશે.
વિપક્ષી કોંગ્રેસ 57, રાકાંપા 15 અને ભાજપે 11 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જનતા દળ યૂ 3, રાજદ 2 અને યુનાઇટેડ નાગાલેન્ડ ડેમોક્રેટિક પાર્ટી એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.












Click it and Unblock the Notifications
