• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાંચો: શશિ અને મેહર વચ્ચે કેવી થતી હતી વાતચીત

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર શુક્રવારે રાત્રે દિલ્હીના લીલા પેલેસમાં મૃત મળી આવી. પરંતુ બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સબંધો સારા ન હતા. આ બંનેના સબંધો બગડવા પાછળ પાક્સિતાની પત્રકાર મેહર તરાર હોવાનું માનવામાં આવે છે.

મેહર તરારે તેમના અને શશિ થરૂર વચ્ચે થયેલી ઇમેલ વાતચીતને ઇંડિયા ટુડે ગ્રુપને ફોરવર્ડ કર્યા છે. જેમાં મેહર તરારે રવિવારે 28 જુલાઇ 2013ના રોજ સવારે 9:36:15 વાગે શશિ થરૂરને ઇમેલ કર્યો હતો.

વિગતવાર ઇમેલ વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

મેહર તરારે લખ્યું હતું કે 'તમારી જીંદગીમાં જે પણ થઇ રહ્યું છે તેના માટે મને ખૂબ અફસોસ છે. હું જાણું છું કે તમારા માટે આ લગ્ન કેટલું મહત્વ ધરાવે છે. હું જાણું છું કે તમારા માટે તમારી પત્ની કેટલું મહત્વ ધરાવે છે. મને લાગે છે કે તમે એકબીજા થ્રેડમાં ભૂલથી લખી દિધું હતું, જેમાં મેં તમને મારા શુક્રવારના આર્ટિકલ (જેમાં મેં તમને કોટ પણ કર્યા હતા, વાંચવા અને લખવા માટે ધન્યવાદ) વિશે કંઇક મંતવ્ય આપવા માટે કહ્યું હતું. તેમાં તમારાથી ભૂલથી એક ખોટું લખાઈ ગયું છે. હું શરમ અનુભવું છું. ગત રાત્રિએ મેં તેના પર મજાક કરી હતી, કારણ કે હું કંઇપણ કહેતા ગભરાઇ રહી હતી. આપણે બે વાર મળ્યા છીએ. આપણે સારા મિત્રો બની ગયા છે. મને ખૂબ સારું લાગી રહ્યું છે અને સાચી વાત તો એ છે કે તમારા મિત્ર હોવું એક સન્માનની વાત છે. જેમ કે મેં ટ્વિટર અને મારા આર્ટિકલમાં કહ્યું છે, હું તમારા પુસ્તકો અને તમારા રાજકીય વિચારોની ખૂબ મોટી પ્રશંસક છું.

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

મેહર તરાર આગળ લખે છે કે 'આ ઉપરાંત મારી જીંદગી વિશે તમારી સાથે વાત કરવી પણ મને કેટલીક વસ્તુઓ પર એક નવો દ્રષ્ટિકોણ આપે છે. તમારી સહજ શરાફત અને નૈતિક ઇરાદાએ કેટલાક મુદ્દે ફરીવાર વિચારવા પર મજબૂર કરી છે. મારી જીંદગીમાં આવવા બદલ...થેંક્યૂ શશિ. ખૂબ જ દૂરના મિત્ર જ ભલે, લોકો માટે કેટલીક બાબતોને સંપૂર્ણ રીતે સમજવી મુશ્કેલ હોય છે. અને જ્યાં સુધી આ જીંદગી વિશે હોય તો જીંદગી આપણને શિખવાડે છે કે જે વસ્તુઓને આપણે જોઇ શકતા નથી તેના પ્રત્યે એક પ્રકારનો દ્રષ્ટિકોણ રાખો અને શંકાની શક્યતા પણ રહે છે.

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

તે ઇમેલમાં આગળ કહે છે કે 'ઘણીવર લોકો વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ખૂબ મોટી થઇ જાય છે અને પછી કોઇને કોઇ કારણે દરેક શબ્દમાં શક પેદા થાય છે, દરેક સત્ય છિછરું બની જાય અને અને તેના પર આંગળી ઉઠવા લાગે છે. પરંતુ અંતે સત્ય જ જીવત રહે છે. એટલા માટે તમે હંમેશા તમે જ બનીને રહો. ઇંશાહ અલ્લાહ તમારી બંનેની વચ્ચે બધુ બરાબર થઇ જાય.

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

મેહર તરારે શશિ થરૂરને કરેલો ઇમેલ

જ્યાં સુધી મારી વાત છે, મારા લીધે તમારા અને તમારી પત્ની વચ્ચે અણબનાવ રહે છે. હું શું કહું. હું બિલકુલ પણ વિચારવા નથી ઈચ્છતી, હું નથી ઈચ્છતી કે મારા ખૂબ જ નાના બાળક પર તેની અસર પડે. તેથી મને લાગે છે કે હું મારી આખી જીંદગીમાં બિલકુલ સાચી હતી. એક મહિલા અને પુરૂષ વચ્ચેની મિત્રતાને હંમેશા ખોટી નજરથી જોવામાં આવે છે. ત્યાં સુધી કે તે મહિલા જો તમારા જીવનનો મહત્વનો ભાગ છે, તમારો પ્રેમ છે તે પણ પરિસ્થિતિજન્ય પ્રમાણોના આધારે તમારા પર શંકાની નજરે જુએ છે.

તમે મારી પ્રાર્થનાઓમાં છો, શશિ. પ્રાર્થના કરૂં છું કે આપને વ્યક્તિગત અને દાંપત્ય જીવનમાં શાંતિ મળે.મને ખૂબ જ અફસોસ છે

શશિ થરૂરે કરેલો વળતો ઇમેલ

શશિ થરૂરે કરેલો વળતો ઇમેલ

મેહરના ઇમેલ બાદ શશિ થરૂરે રવિવારે 28 જુલાઇના રોજ બપોરે 2:27 વાગે પોતાના બ્લેકબેરી વડે જવાબ લખ્યો હતો. તેમને ઇમેલમાં લખ્યું-' તમારા આ પ્રકારના એકદમ દયાળુ અને વિચારશીલ શબ્દો માટે ધન્યવાદ મેહર. મને ડર છે કે લોકો માટે આ સમજવું મુશ્કેલ હોય છે કે આવી મિત્રતા પણ શક્ય હોય શકે છે. ઇટલેક્ચુઅલ કંપેનિયનશિપ પણ આપણને થોડા સમયમાં સારા મિત્ર બનાવી શકે છે. હું તેમને પ્રેમ કરું છું અને મને દુખ છે કે તે મારા પર વિશ્વાસ કરતી નથી.

શશિ થરૂરે કરેલો વળતો ઇમેલ

શશિ થરૂરે કરેલો વળતો ઇમેલ

ત્યાં સુધી કે સુનંદા પુષ્કરે કહ્યું હતું કે આપણા વચ્ચે હવે સબંધ નથી. તે સારા થઇ જાય અને તેમનો તણાવ દૂર કરવો હાલ મારી પ્રાથમિકત છે. મને આશા છે કે જો થોડા સમય માટે આપણી ફોન અને ઇમેલ પર વાતચીત ન થાય તો તમે મને માફ કરી દેશો. મારા માટે તમે એક મૂલ્યવાન મિત્ર રહેશે અને આશા કરું છું કે એક દિવસ એવો આવશે જ્યારે આપણે ત્રણેય મળીશું અને આપણા વચ્ચેની આ ગેરસમજને દૂર પાછળ છોડી દઇશું

English summary
A day after Sunanda Pushkar, wife of Minister of State for Human Resources Development Shashi Tharoor, was found dead in a Delhi hotel room soon after a Twitter war with Pakistan journalist Mehr Tarar, India Today Online is in possession of an email that had been sent by the scribe to the minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more