For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં વંદેમાતરમ..નું અપમાન, ભડક્યા મીરા કુમાર

By Super
|
Google Oneindia Gujarati News

Meira-Kumar
નવી દિલ્હી, 8 મેઃ લોકસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી તે પહેલા સદનમાં વંદેમાતરમની ધુન શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન એક બસપા સભ્ય ઉભા થઇને સદનની બહાર જતા રહ્યાં હતા. વંદેમાતરમ ગીતની ધુન સમયે આ રીતે સદનમાંથી એક સભ્ય ઉભા થઇને જતા રહેતા અધ્યક્ષ મીરા કુમાર ભડક્યા હતા.

ગુસ્સે ભરાયેલા મીરા કુમારે સદનમાં ઉપસ્થિત તમામ સભ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ થવી ના જોઇએ. વંદેમાતરમની ધુન શરૂ થયા બાદ અધ્યક્ષે કહ્યું કે, એક માનનીય સભ્ય વંદેમાતરમની ધુન દરમિયાન સદનની બહાર જતા રહ્યા. મેં તેની ગંભીર નોંધ લીધી છે. હું જાણવા માંગુ છું કે આવું શા માટે કરવામાં આવ્યું.

તેમણે કડક શબ્દોમાં ચેતવાણી આપતા કહ્યું છે કે, આવું ભવિષ્યમાં થવું ના જોઇએ. સદનમાં વંદેમાતરમની ધુન શરૂ થાય તે સમયે તમામ સભ્યો પોતાના સ્થાન પર ઉભા થઇ ગયા હતા અને એ સમયે જ ભાજપ નેતા શફીફુર્રહમાન બર્કને સદનની બહાર જતા દર્શાવવામાં આવ્યા હતા.

English summary
Speaker Meira Kumar reached the end of her tether today when she saw an MP walk out of the Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X