માત્ર 10 રૂપિયામાં જોડાવ કેજરીવાલની પાર્ટીમાં !

અરવિંદ કેજરીવાલની એએપીની પ્રથમ મોટી બેઠક રવિવારે સાંજે પ્રશાંત ભૂષણના ઘરે યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારણીનું ગઠન કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલની પાર્ટી બધા મહત્વપૂર્ણ નિર્ણયો લેશે. ત્યારબાદ રાજ્ય સ્તરીય કમીટીઓનું નિર્માણ થશે અને ત્યારબાદ બ્લોકસ્તર પર.
અરવિંદ કેજરીવાલના મુજબ દરેક રાજ્યમાં એક લીડર હશે. તો બ્લોક તથા ગલી સુધી પહોંચવા માટે પણ એક-એક લીડર નિમવામાં આવશે. અરવિંદ કેજરીવાલે એ પણ કહ્યું છે કે તેમની પાર્ટીમાં વિદ્યાલય સ્તરના વિદ્યાર્થીઓને ભાગ લેવા આમતંત્રણ છે. આ પાર્ટી દિલ્હીથી પોતાની ચૂંટણી લડશે.
અણ્ણા હજારે સમર્થન કરશે
પ્રથમ વાત એ છે કે અણ્ણા હજારેને અરવિંદ કેજરીવાલની પાર્ટીનું ખૂબ જ પસંદ પડ્યું છે. આ સાથે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો કેજરીવાલ તેમની પાર્ટીમાંથી ઇમાનદાર નેતાઓને ઉભા રાખશે તો તે તેમની પાર્ટીને સમર્થન કરશે અને લોકો વોટ આપવાની અપીલ કરશે.
દિગ્વિજય સિંહને મરચાં લાગ્યાં
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહને કેજરીવાલની પાર્ટીના કારણે મરચાં લાગ્યાં છે. તેમને કહ્યું છે કે પાર્ટી બનાવવી કેજરીવાલની માનસિકરૂપથી નાદારી દર્શાવે છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે તે કોંગ્રેસના પગલે ચાલી રહ્યાં છે, તો તે કોંગ્રેસનો વિરોધ કેમ કરે છે.












Click it and Unblock the Notifications
