For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીથી કાંપ્યુ ઉત્તર ભારત, દિલ્લીમાં શરદીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, ઓરેન્જ એલર્ટ જારી

ઠંડીનો પ્રકોપ સમગ્ર ઉત્તર ભારતમાં છવાયેલો છે. રાજધાની દિલ્લીમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

|
Google Oneindia Gujarati News

Weather Updates: ઠંડીનો પ્રકોપ સમગ્ર ઉત્તર ભારતમાં છવાયેલો છે. રાજધાની દિલ્લીમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. દિલ્લી અત્યારે શીત લહેરથી ઘેરાયેલુ છે. ગુરુવારે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી હતુ જે છેલલા 10 વર્ષોમાં સૌથી ઓછુ હતુ. હવામાન વિભાગે કહ્યુ છે કે ડિસેમ્બરના અંત સુધી દિલ્લીમાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વિભાગે આજે પણ રાજધાનીમાં ઝડપી પવન અને ઠાર વધવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે અને આજે પણ પારો 3 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે માટે તેમણે દિલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.

દિલ્લીમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકૉર્ડ

દિલ્લીમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકૉર્ડ

IMDના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમથી આવતી આ પાછોતરા પવનોએ ઠંડી વધારી દીધી છે. આના કારણે આજે દિલ્લી-એનસીઆરમાં કોલ્ડ ડેની સ્થિતિ બની રહી છે. દિલ્લીમાં આજે ઠંડા પવનો ફૂંકાઈ રહ્ય છે. હવાની ક્વૉલિટી પણ ખૂબ જ ખરાબ છે. વળી, દિલ્લીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે જેના કારણે સવારે વિઝિબિલિટી ઘટી ગઈ છે જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી થઈ રહી છે. જ્યાં દિલ્લીના આ હાલ છે ત્યાં બીજી તરફ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતુ રહ્યુ છે અને લોકોને ઠારનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ આ જ સ્થિતિ છે.

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનુ તાંડવ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનુ તાંડવ

વળી, કરનાલ, હિસાર, અમૃતસર, લુધિયાણા અને પટિયાલા જેવી અમુક જગ્યાઓએ ધૂમ્મસના કારણે સવારથી વિઝિબિલિટી ઘટી ગઈ છે. અમૃતસરમાં પણ કાલે લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી અને લુધિયાણામાં 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે. હવામાન વિભાગે પહેલેથી જ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાયલ, ત્રિપુરા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં 4 દિવસ સુધી ભીષણ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ જગ્યાએ વરસાદની સંભાવના

આ જગ્યાએ વરસાદની સંભાવના

એક તરફ સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી કાંપી રહ્યુ છે ત્યાં બીજી તરફ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં આજે વરસાદ થઈ શકે છે. એટલુ જ નહિ હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડો પર થઈ રહેલ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારો પર થઈ રહી છે. દિલ્લીમાં આવતા 24 કલાકમાં હવામાન ઠંડુ રહેશે. જ્યારે સ્કાઈમેટ મુજબ દિલ્લીમાં ઠંડા પવનો ફૂંકાશે અને ઠંડી વધશે. આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વરસાદ થઈ શકે છે. વળી, દેશના ઘણા રાજ્યોમાં હવે લોકોને ધૂમ્મસની માર સહન કરવી પડશે તેમજ પારો ઝડપથી ગગડવાની સંભાવના છે જેના કારણે ઠાર વધશે.

ખેડૂત આંદોલન પર ભડક્યા ડેપ્યુટી CM, આમાં ખાલીસ્તાનીઓ છેખેડૂત આંદોલન પર ભડક્યા ડેપ્યુટી CM, આમાં ખાલીસ્તાનીઓ છે

English summary
Mercury down in north India, Delhi breaks 10 years record of cold, winter alert: IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X