દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદ, કરા પડવાની સંભાવના, જારી થયુ એલર્ટ
સ્કાઈમેટ અનુસાર હરિયાણા અને આની પાસેના ભાગો પર એક ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર બનેલુ છે જેના કારણે હવામાનમાં પરિવર્તન જોઈ શકાય છે.
હવામાનમાં સતત ફેરફાર ચાલુ છે, માર્ચનો મહિનો પોતાના અંતિમ પડાવ પર છે પરંતુ હજુ પણ દેશના ઘણા વિસ્તારોમાંથી ઠંડી સંપૂર્ણપણે ગઈ નથી. દેશના અમુક રાજ્યોમાં વરસાદના કારણે હજુ પણ શરદી છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કાઈમેટ અનુસાર હરિયાણા અને આની પાસેના ભાગો પર એક ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર બનેલુ છે જેના કારણે હવામાનમાં પરિવર્તન જોઈ શકાય છે.

ભારે વરસાદ અને કરાવૃષ્ટિની સંભાવના
લેટેસ્ટ અનુમાન અનુસાર આજે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને કરાવૃષ્ટિ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે એમપી, રાજસ્થાન, દિલ્લી-એનસીઆર અને યુપીના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાના અણસાર છે. આઈએમડીના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના શાજાપુર, ઉજ્જૈન, વિદિશા, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, નરસિંહપુર, રાયસેન, રાજગઢ, સાગર, સીહોર, સિવની, બાલાઘાટ, બૈતુલ, ભોપાલ, છિંદવાડા, દમોહ, દેવાસ, ધાર, ગુના,હરદા, હોશંગાબાદ, ઈન્દોરમાં વરસાદ પડી શકે છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના
વળી, આજે અને કાલે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ગોંદિયા, હિંગોલી, જલગાંવ,જાલના, કોલ્હાપુર, લલિતપુર, નાગપુર, નાંદેડ, નંદુરબાર, અહેમદનગર, અકોલા, અમરાવતી, ઔરંગાબાદ, બીજ, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર અને ગઢચિરોલી વગેરે જિલ્લાઓમાં આગામી 12 કલાકમાં વરસાદ અને કરાવૃષ્ટિ થઈ શકે છે.

દિલ્લી-એનસીઆરમાં પણ વરસશે વાદળ
વળી, દિલ્લી-એનસીઆર, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને કરાવૃષ્ટિની સંભાવના છે જ્યારે સ્કાઈમેટે કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકુ રહેશે પરંતુ અસમ અને અરુણાચલપ્રદેશમાં વરસાદની સંભાવના છે.

દિવસ અને રાતના તાપમાનમાં વધારો જોવા મળશે
વળી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી-એનસીઆર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓઢિશામાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો જોવા મળશે.












Click it and Unblock the Notifications
