For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોપર ડીલ: લાંચની સાથે યુવતીઓનો પણ થયો તો ઉપયોગ!

By Super
|
Google Oneindia Gujarati News

chopper
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ ઇટલીની કંપનીએ ભારત સાથે ચોપર ડીલ કરવા માટે તમામ પ્રકારની તરકીબો અજમાવી હતી. તેણે ભારતીય નેતાઓ માટે 12 ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપરનો સોદો કરવા માટે યુવતીઓનો ઉપયોગ પણ કર્યો હતો. એક સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલમાં ઇટલીની કોર્ટમાં રજૂ કરવામાં આવેલી તપાસ અહેવાલનો હવાલો આપવામાં આવ્યો છે.

સમાચાર પત્ર અનુસાર મધ્યસ્થીઓએ પુર્વ વાયુસેના અધ્યક્ષ એસપી ત્યાગી સુધી પહોંચવા માટે યુવતીઓનો ઉપયોગ કર્યો. અહેવાલ અનુસાર દલાલ ગાઇડો હૈશ્કે પુર્વ વાયુસેના અધ્યક્ષને 6-7 વખત મળ્યા હતા. આ મુલાકાત 2005થી 2007 દરમિયાન થઇ હતી. તે સમયે ત્યાગી વાયુસેનાના પ્રમુખ હતા.

બે વખત મુલાકાત તેમના સગાસંબંધીઓની ઓફિસમાં અને એક વખત બેંગ્લોરમાં એર શોમાં થઇ હતી, જેનું આયોજન દર બે વર્ષે થતું હતું. આ ત્યાગીના એ દાવાથી એકદમ અલગ છે જેમાં તેમણે માન્યુ હતું કે તેમની મુલાકાત એ વ્યક્તિ સાથે એક વખત થઇ હતી. જેને આ સોદામાં દલાલ બતાવવામાં આવી રહ્યો છે.

તપાસકર્તાઓના અહેવાલ અનુસાર ત્યાગીના પરિવારને અંદાજે 70 લાખ રૂપિયાની લાંચ આપવામા આવી. દલાલીની બાકી રકમ આઇડીએસ ઇન્ડિયા નામની કંપનીએ સર્વિસ કોન્ટ્રાક્ટ થકી સંબંધિત લોકો સુધી પહોંચાડી છે. ઇટલીની કોર્ટમાં મધ્યસ્થીઓની વાતચીતને રજુ કરવામાં આવી છે. તે અનુસાર દલાલો પોતાની ગર્લફ્રેન્ડ્સ થકી ત્યાગીના સંબંધી સાથે સંપર્ક સાધ્યો. ખાસ કરીને જૂલી ત્યાગી સાથે જે આ મામલામાં રકમ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ત્યાગી પરિવારના સભ્યો અને મધ્યસ્થીઓ વચ્ચે મિત્રતાની શરૂઆત 2001માં થઇ હતી જ્યારે કાર્લો ગેરોસા ઇટલીમાં એક લગ્નમાં જૂલીને મળ્યા હતા. 2000-01માં ભારતીય વાયુસેનાના અતિવિશિષ્ટ લોકો માટે વીઆઇપી હેલિકોપ્ટરની માંગ રાખી હતી.

તપાસકર્તાઓએ ત્યાગીના સંબંધીઓ, જૂલી, ડોસ્કા અને સંદીપની ઓળખ એ મધ્યસ્થીઓના રૂપમાંકરી કે જેણે ફિનમેકેનિકાને 3600 કરોડી રૂપિયાની હેલિકોપ્ટર ડીલ આપવામાં મદદ કરી. તપાસ અહેવાલમાં જાણવા મળ્યું કે જ્યારે ઓગસ્ટા વેસ્ટલેન્ડના લોકોને લાગ્યું કે તે ડીલમાંથી બહારથી થઇ શકે છે તો કંપનીએ કાર્લો અને તેના બોસ રાલ્ફનો સંપર્ક સાધ્યો. આ બન્ને એસપી ત્યાગીના સંબંધીને ઓળખતા હતા.

ઓગસ્ટા વેસ્ટલેન્ડના હેલિકોપ્ટર 18000 ફિટની ઉચાંઇ પર ઉડાન ભરી શકતા નથી, જ્યારે વીઆઇપી હેલિકોપ્ટર માટે કાઢવામાં આવેલા ટેન્ડરમાં એ શરત રાખવામાં આવી હતી, પરંતુ ટેન્ડરમાં બદલાવ કરીને હેલિકોપ્ટરની ઉડાન ક્ષમતા ઘટાડીને 15 હજાર ફિટ કરી દીધી છે. તેનાથી ઓગસ્ટા વેસ્ટલેન્ડને ફાયદો થયો અને ડીલ તેમને મળી ગઇ.

ઇટલીમાં આ સોદની તપાસ દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, દલાલીના પ્રભાવમાં આવીને ભારતીય વાયુસેનાએ માત્ર હેલિકોપ્ટરની અધિકતમ ઉંચાઇમાં ઉડવાની ક્ષમતાની શરતમાં જ ફેરબદલ નહોતી કરી પરંતુ એન્જીન બંધ થઇ જવાની સ્થિતિમાં ઉડાન ભરવાની તપાસની શરત જોડી દેવામાં આવી. ટેન્ડરમાં સામેલ હેલિકોપ્ટર્સમાં ફઇનમેકેનિકાના હેલિકોપ્ટર ત્રણ એન્જીનવાળા હતા.

English summary
A Swiss-based middleman said that he had met the then Air Chief S P Tyagi 6-7 times and had discussed the technical specifications for the contract with him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X