For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: યૌન શોષણ પર હાઈકોર્ટનો આદેશઃ ‘સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવો'

દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન દરમિયાન દિલ્લી હાઈકોર્ટે આ અંગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. દિલ્લી હાઈકોર્ટે યૌન શોષણ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર લખવાની મનાઈ કરી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન દરમિયાન દિલ્લી હાઈકોર્ટે આ અંગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. દિલ્લી હાઈકોર્ટે યૌન શોષણ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર લખવાની મનાઈ કરી છે. #MeToo અંગે હાઈકોર્ટમાં કરવામાં આવેલી એક યાચિકા પર સુનાવણી કરતા જજોએ આ ચુકાદો આપ્યો. ઉલ્લેખનીય છે કે આ યાચિકા યૌન શોષણના એક આરોપીએ કરી હતી જેમાં તેણે કોર્ટને મહિલાને સોશિયલ મીડિયા પર કંઈ પણ લખવાથી રોકવા માટે કહ્યુ હતુ.

હાઈકોર્ટે કહ્યુ, ‘સોશિયલ મીડિયા પર ન બોલો કંઈ'

હાઈકોર્ટે કહ્યુ, ‘સોશિયલ મીડિયા પર ન બોલો કંઈ'

દિલ્લીની ઓપન કોર્ટમાં ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વી કે રાવે એક આદેશ જારી કરીને એક મહિલા અને યૌન શોષણનો આરોપી લોકોને આ મામલે કંઈ પણ બોલવાથી રોકી દીધા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ છે કે મહિલા અને આરોપી એકબીજા વિશે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈ બોલશે નહિ અને કોઈ ઈન્ટરવ્યુ પણ નહિ આપે. બેંચે સોશિયલ મીડિયા પર આ અંગેની બધી પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Me Too: હવે સુભાષ ઘાઈ પણ ‘ખલનાયક', ડ્રિંકમાં ડ્રગ્ઝ મિલાવી કર્યો બળાત્કારઆ પણ વાંચોઃ Me Too: હવે સુભાષ ઘાઈ પણ ‘ખલનાયક', ડ્રિંકમાં ડ્રગ્ઝ મિલાવી કર્યો બળાત્કાર

મહિલા પત્રકારે લગાવ્યો હતો વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ

મહિલા પત્રકારે લગાવ્યો હતો વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ

તમને જણાવી દઈએ કે દિલ્લી હાઈકોર્ટમાં આ આદેશ યૌન શોષણના એક આરોપીની યાચિકા પર આપ્યો છે. વેબ પોર્ટલમાં કામ કરતી એક મહિલા પત્રકારે પોતાના વરિષ્ઠ પત્રકારો પર ગયા વર્ષે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં મહિલાને આરોપીઓની ઓળખ છતી ન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ હાલમાં એક નવી યાચિકા આપીને દાવો કર્યો કે મહિલાએ #MeToo અભિયાને જોર પકડ્યા બાદ ટ્વિટર અને ફેસબુક પર ઘટના વિશે લખ્યુ અને આ મામલે કથિત રીતે સંકળાયેલા લોકોની ઓળખ છતી કરી.

યાચિકાકર્તાઓએ કહ્યુ, ‘જૂના આદેશનું ઉલ્લંઘન'

યાચિકાકર્તાઓએ કહ્યુ, ‘જૂના આદેશનું ઉલ્લંઘન'

યાચિકાકર્તાઓનું કહેવુ છે કે મહિલાએ કોર્ટના જૂના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે. આ મામલે દિલ્લી સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલ વકીલ ગૌતમ નારાયણે કહ્યુ કે બેંચે બંને પક્ષોને અદાલત દ્વ્રારા વિચારાધીન મામલાને પ્રચારિત કરવાથી રોકવા માટે કહ્યુ છે. ફરિયાદકર્તાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એક્ટ, 2013 ની પ્રાસંગિક જોગવાઈને પડકારી હતી. ત્યારબાદ કેન્દ્ર અને દિલ્લી સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો હતો.

આ પણ વાંચોઃ Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવીઆ પણ વાંચોઃ Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવી

English summary
#MeToo: Delhi High Court Orders Not TO Reveal Identity And Details In Sexual Harassment Case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X