For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ, ઘણી મહિલાઓ આવી સામે

કેન્દ્રીય મંત્રી એમજે અકબર સામે પણ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં #MeToo આંદોલને જોર પકડતા એક પછી એક મોટી હસ્તીઓ સામે યૌન શોષણના આરોપ સામે આવી રહ્યા છે. કોમેડિયન્સ, પત્રકારો બાદ હવે મહિલાઓ રાજકીય હસ્તીઓ પર ખુલીને બોલી રહી છે. હવે કેન્દ્રીય મંત્રી એમજે અકબર સામે પણ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવીને ટ્વિટ કર્યુ છે.

કેન્દ્રીય મંત્રી પર લાગ્યો યૌન શોષણનો આરોપ

કેન્દ્રીય મંત્રી પર લાગ્યો યૌન શોષણનો આરોપ

#MeToo આંદોલન હેઠળ ઘણી મહિલાઓએ વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ પત્રકાર એમજે અકબર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક મહિલા પત્રકારે એમ જે અકબર પર આરોપ લગાવ્યો કે તે ઈન્ટરવ્યુના બહાને મહિલાઓને હોટલના રૂમમાં બોલાવતા હતા અને તેમનો વ્યવહાર વાંધાજનક રહેતો હતો. એક મહિલા પત્રકારે ટ્વિટર પર એક લિંક પોસ્ટ કરીને લખ્યુ કે તેમણે આ આર્ટિકલ એમજે અકબર માટે લખ્યો હતો. મહિલા પત્રકારે વોગ પર લખેલા એક આર્ટિકલની લિંક શેર કરી છે જેમાં અકબર પર ઘણા સંગીન આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ Me Too: ‘સંસ્કારી' આલોક નાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપઆ પણ વાંચોઃ Me Too: ‘સંસ્કારી' આલોક નાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપ

‘હોટલના રૂમમાં લેતા હતા મહિલાઓના ઈન્ટરવ્યુ'

‘હોટલના રૂમમાં લેતા હતા મહિલાઓના ઈન્ટરવ્યુ'

‘ટુ ધ હાર્વો વાઈન્સટીન ઓફ ધ વર્લ્ડ' ટાઈટલ નામથી આ લેખમાં પત્રકારે જણાવ્યુ કે અકબરે તેનો ઈન્ટરવ્યુ હોટલના એક રૂમમાં લીધો હતો અને તેમણે તે દરમિયાન શરાબ પણ ઓફર કરી હતી. પત્રકારે જણાવ્યુ કે હોટલના રૂમમાં એક મિની બાર પણ સેટ કરવામાં આવ્યો હતો અને અકબરે તે દરમિયાન તેને બેડ પર બેસવા માટે પણ કહ્યુ હતુ જેનો પત્રકારે ઈનકાર કરી દીધો. એમજે અકબર પર મહિલા પત્રકારના આરોપો બાદ અન્ય ઘણી મહિલાઓ ખુલીને સામે આવી રહી છે. ઘણી મહિલાઓએ જણાવ્યુ કે અકબરે તેમનો પણ ઈન્ટરવ્યુ આ રીતે લીધો હતો.

વિપક્ષના નિશાના પર એમજે અકબર

વિપક્ષના નિશાના પર એમજે અકબર

ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યો કે અકબર આ જ રીતે મહિલા પત્રકારોના ઈન્ટરવ્યુ લેતા હતા. હોટલના રૂમમાં શરાબ અને બેડ તૈયાર રાખતા હતા. એમજે અકબરે હજુ સુધી પોતાના ઉપર લાગેલા આરોપો પર કોઈ સફાઈ આપી નથી. વળી, વિપક્ષે અકબરને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. સમાજવાદી પાર્ટીના પ્રવકતા ઘનશ્યામ તિવારીએ કહ્યુ છે કે આ ગંભીર આરોપ છે. અકબરે રાજીનામુ આપવુ જોઈએ.

આ પણ વાંચોઃ રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તારો અવાજ S...* એટલી તુ પણ?'આ પણ વાંચોઃ રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તારો અવાજ S...* એટલી તુ પણ?'

English summary
#MeToo: Minister of State for External Affairs MJ Akbar Accused Of Sexual Harassment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X