For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા

વિનોદ દુઆ તરફથી યૌન શોષણના આરોપો પર કોઈ નિવેદન હજુ સુધી સામે નથી આવ્યુ પરંતુ તેની દીકરી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આના પર સ્ટેટમેન્ટ જારી કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #MeToo કેમ્પેઈનમાં હવે વેટરન જર્નાલિસ્ટ વિનોદ દુઆનું નામ સામે આવ્યુ છે. ફિલ્મમેકર નિષ્ઠા જૈને વિનોદ દુઆ પર આરોપ લગાવ્યો છે કે 1989 માં દુઆએ તેમનો પીછો કર્યો હતો અને તેમના પર હુમલો પણ કર્યો હતો. આ સમગ્ર વિવાદ પર વિનોદ દુઆ તરફથી તો કોઈ નિવેદન હજુ સુધી સામે નથી આવ્યુ પરંતુ તેની દીકરી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આના પર સ્ટેટમેન્ટ જારી કર્યુ છે. મલ્લિકાએ એક નિવેદન જારી કરીને આરોપ લગાવનાર મહિલાને કહ્યુ છે કે તે આ કેમ્પેઈન સાથે છે.

આ પણ વાંચોઃ સગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલઆ પણ વાંચોઃ સગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ

મલ્લિકા દુઆએ કહ્યુ, ‘કેમ્પેઈન સાથે છુ'

મલ્લિકા દુઆએ કહ્યુ, ‘કેમ્પેઈન સાથે છુ'

પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો પર કોમેડિયન મલ્લિકા દુઆએ એક નિવેદન જારી કર્યુ છે. મલ્લિકાએ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જારી કરીને કહ્યુ કે, ‘જો તેના પિતાએ આવુ કર્યુ હોય તો તે અસ્વીકાર્ય અને દર્દનાક છે. હું આ કેમ્પેઈન અને તેમાં ઉઠી રહેલા અવાજો સાથે છુ પરંતુ તમારુ આમાં મારુ નામ ખેંચી લેવુ ખૂબ જ અયોગ્ય છે.' મલ્લિકાએ આગળ ટ્રોલ્સ પર નિશાન સાધતા કહ્ય કે, ‘બધા ભક્ત અને રાઈટવિંગ ટ્રોલ્સ અને એ લોકો જે આને મારા વિશે બનાવી રહ્યા છે તે લોકો બહાર નીકળો.'

‘આ લડાઈ મારી નહિ, મારા પિતાની છે'

‘આ લડાઈ મારી નહિ, મારા પિતાની છે'

મલ્લિકાએ લખ્યુ કે તે હજુ પણ પીડિતોની સાથે આ લડાઈમાં ઉભી છે. ‘આ મારી લડાઈ નથી. આ મારી જવાબદારી કે બોજ નથી. હું આને પોતાના સમયે પોતાની રીતે ડીલ કરીશે. પોતાના મનોરંજન માટે મહિલાઓને નિવેદન આપવા માટે મજબૂર ન કરો. હું આ કેમ્પેઈન સાથે છુ અને તેના આદર્શોને કોઈને પણ ખતન કરવા નહિ દઉ.' મલ્લિકાએ લખ્યુ કે આ તેમના પિતાની લડાઈ છે. તે પોતાના પિતાની સાથે ઉભી છે અને તેમને પોતાને આ લડાઈ લડવા દેશે.

ફિલ્મમેકર નિષ્ઠા જૈને લગાવ્યા છે વિનોદ દુઆ પર આરોપ

ફિલ્મમેકર નિષ્ઠા જૈને લગાવ્યા છે વિનોદ દુઆ પર આરોપ

ફિલ્મ મેકર નિષ્ઠા જૈને વેટરન જર્નાલિસ્ટ વિનોદ દુઆ પર સંગીન આરોપ લગાવ્યા છે. નિષ્ઠાએ પોતાના ફેસબુક એક લાંબી પોસ્ટ લખીને કહ્યુ કે મને જોતા જ વિનોદ દુઆએ એક વાર ઘટિયા અને સેક્સ્યુએલ જોક માર્યો હતો. નિષ્ઠાએ લખ્યુ કે વિનોદ દુઆ આજે યૌન શોષણના મામલાને સમજાવવા માટે ઘણા પ્રોગ્રામ કરે છે પરંતુ તેમણે પહેલા પોતાના ભૂતકાળમાં ઝાંકવુ જોઈએ. ફિલ્મકાર નિષ્ઠા જૈને 1989 માં પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ધીમા અવાજમાં એક અશ્લીલ જોક કહ્યો

નિષ્ઠાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ, ‘જામિયાથી પાસઆઉટ થયા બાદ હું એક પ્રસિદ્ધ ટીવી પર્સનાલિટી પાસે જોબ ઈન્ટરવ્યુ માટે ગઈ. તે વખતે તે જનવાણી નામના ફેમસ પ્રોગ્રામ કરતા હતા. તે વખતે તેઓ એક રાજકીય વ્યંગ સાથે જોડાયેલ એક પ્રોગ્રામ શરૂ કરી રહ્યા હતા અને મને તેમાં રસ હતો. હું હજુ ત્યાં બરાબર બેઠી પણ નહોતી અને તેમણે બિલકુલ ધીમા અવાજમાં એક અશ્લીલ જોક માર્યો. મને તે જોક તો યાદ નથી પરંતુ તેમાં હસવા જેવુ કંઈ નહોતુ.'

નિષ્ઠાએ આગળ લખ્યુ કે જ્યારે જોબ ઈન્ટરવ્યુમાં મે મારી સેલેરી એક્સપેક્ટેશન 5000 રૂપિયા જણાવી તો વિનોદ દુઆએ કથિત રીતે મને કહ્યુ કે તારી હેસિયત શું છે? નિષ્ઠા આગળ લખે છે, ‘મને ખબર નથી કે મારા પર તે સમયે શું વીત્યુ હશે. મારે જીવનમાં યૌન શોષણનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ પ્રકારનું અપમાન એક નવો અનુભવ હતો. જ્યારે હું ઘરે પહોંચી તો ખૂબ રડી. તે દિવસે મારો જન્મદિવસ હતો જે બરબાદ થઈ ચૂક્યો હતો. મે આના વિશે મારા ભાઈ અને દોસ્તોને જણાવ્યુ હતુ. ત્યારબાદ તરત જ મને ન્યૂઝટ્રેકમાં એક વીડિયો સંપાદક તરીકે નોકરી મળી ગઈ હતી.'

એક અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતા નિષ્ઠાએ કહ્યુ કે એક રાતે જ્યારે તે પાર્કિંગમાં હતી ત્યારે વિનોદ દુઆ પણ ત્યાં હતા. તેમણે કહ્યુ કે તે મારી સાથે વાત કરવા ઈચ્છે છે. તેમણે મને તેમની બ્લેક એસયુવીમાં આવવા માટે કહ્યુ. જો કે મને યાદ નથી કે કઈ કાર હતી. મને લાગ્યુ કે મારી સાથેના તેમના વ્યવહારની તે માફી માંગવા ઈચ્છે છે. જ્યારે હું કારમાં બેઠી તો તેમણે મારા ચહેરાનો ઘુરવાનું શરૂ કર્યુ. હું કોઈ પણ પ્રકારે કારમાંથી બહાર નીકળી અને ઓફિસની કારમાં બેસી નીકળી ગઈ. નિષ્ઠાએ લખ્યુ કે તે બાદ પણ તેમણે વિનોદ દુઆને ઘણી વાર રાતે પાર્કિંગમાં જોયા હતા. તમને જણાવી દઈએ કે પત્રકાર વિનોદ દુઆ હાલમાં એક વેબ ન્યૂઝ પોર્ટલ ‘ધ વાયર' સાથે જોડાયેલા છે અને ત્યાં તેઓ ‘જન ગણ મન' નામથી એક કાર્યક્રમ પણ કરે છે.

આ પણ વાંચોઃ સાજીદ ખાને કહ્યું કે મારી સામે કપડાં ઉતારો: સિમરન સુરીઆ પણ વાંચોઃ સાજીદ ખાને કહ્યું કે મારી સામે કપડાં ઉતારો: સિમરન સુરી

English summary
#MeToo: Vinod Dua's Daughter Mallika Dua Issues Statement Over Sexual Harassment Allegations Against Her Father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X