MGNREGA Wage Hike : કેન્દ્ર સરકારે મનરેગાની મજૂરીમાં કર્યો વધારો, જાણો નવા વેતન દર
MGNREGA Wage Hike : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ (Rural Employment Guarantee Act) અંતર્ગત મજૂરી દર (wage Rates)માં વૃદ્ધિએ અધિસૂચના કરી હતી.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development) દ્વારા 24 માર્ચના રોજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે હરિયાણામાં સૌથી વધુ મજૂરી 357 રૂપિયા પ્રતિ દિવસ અને મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સૌથી ઓછું 221 રૂપિયા છે.

આ સૂચના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005ની કલમ 6(1) હેઠળ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર તેના લાભાર્થીઓ માટે નોટિફિકેશન દ્વારા વેતન દર નક્કી કરી શકે છે. ઉલ્લખનીય છે કે, મનરેગા હેઠળ કામ કરતા મજૂરોનો વેતન દર 7 રૂપિયાથી વધારીને 26 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સુધારેલા વેતન દર 1 એપ્રિલથી લાગુ થશે.
ગત વર્ષના દરની સરખામણીમાં રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. રાજસ્થાન માટે સુધારેલું વેતન 255 રૂપિયા પ્રતિ દિવસ છે, જે 2022-23માં 231 રૂપિયા હતું. આવા સમયે બિહાર અને ઝારખંડમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ આઠ ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે આ બંને રાજ્યોમાં મનરેગા કામદારો માટે દૈનિક વેતન 210 રૂપિયા હતું. હવે તેમાં સુધારો કરીને રૂપિયા 228 કરવામાં આવ્યો છે.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે, જ્યાં સૌથી ઓછું દૈનિક વેતન રૂપિયા 221 છે, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 17 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2022-23 માં બંને રાજ્યોમાં દૈનિક વેતન 204 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. રાજ્યો માટે વેતનમાં વધારો બે થી 10 ટકાની વચ્ચે છે. જ્યારે સૌથી ઓછી ટકાવારીમાં વધારો નોંધાવનારી રાજ્યોમાં કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુરનો સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એક મુખ્ય કાર્યક્રમ છે. જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોની આજીવિકાની સુરક્ષા વધારવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો છે.












Click it and Unblock the Notifications
