મહારાષ્ટ્રમાં શેરડી મામલે ઉગ્ર આંદોલન, બેના મોત

આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતા રાજુ શેટ્ટીની આજે ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં 2000 જેટલા આંદોલનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ઇંદાપુરની મુલાકાત કરવાના છે. તેમની સુરક્ષા માટે કાર્યકરતાઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજુ શેટ્ટીની ધરપકડના વિરોધમાં ઇંદાપુરમાં ખેડૂતોએ એક બને આગ ચાંપી દીધી હતી, તેમજ ઘણી ગાડીઓની તોડફોડ કરી હતી. આ ધમાલમાં એક ખેડૂતનું અકસ્માતે મોત થયું હતુ. પૂણેમાં હિંસક બનેલા આંદોલનકારીઓએ ટ્રકમાં તોડફોડ કરી.
આ ખેડૂતો સીએમ પૃથ્વીરાજ ચૌહાણ સાથે મુલાકાત કરવાની કોશીશ કરી રહ્યા છે. પરંતુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે શેરડીના ભાવને લઇને સરકાર કઇ કરી શકે તેમ નથી. જ્યારે સરકારનું કહેવું છે કે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જરૂરી છે.












Click it and Unblock the Notifications
