ટ્રેનોથી મજૂરોને ગામ મોકલવા માટે MHAએ જારી કર્યા નવા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોટોકૉલ
હવેથી આ મુજબ રાજ્યો અને રેલ મંત્રાલયે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનુ સંચાલન કરવાનુ રહેશે.
શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી દેશભરના અનેક વિસ્તારોમાં ફસાયેલા મજૂરો તેમના રાજ્યો અને ગામો સુધી પહોંચવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે એક સુધારેલ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકૉલ જારી કર્યુ છે. આ પ્રોટોકૉલમાં સંબંધિત રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોની સાથે સાથે રેલ મંત્રાલય માટે પણ વિસ્તૃત દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. હવેથી આ મુજબ રાજ્યો અને રેલ મંત્રાલયે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનુ સંચાલન કરવાનુ રહેશે.

ગૃહ મંત્રાલયના સંશોધિત એસઓપીમાં કહેવામાં આવ્યુ છે કે લૉકડાઉનાના કારણે પ્રવાસી કામદારો ઘણી જગ્યાઓએ ફસાયેલા છે. તેમને ટ્રેનો દ્વારા મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવી રહી છે. આ અંગે હવે નિમ્મ નિર્ધારિત પ્રક્રિયા હશે -
રેલ મંત્રાલય ગૃહ મંત્રાલયની સંમતિથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મંજૂરી આપશે.
બધા રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોના ફસાયેલા લોકોને મોકલવા અને લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવી જોઈએ.
રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર ટ્રેનોના શિડ્યુલ, સ્ટૉપેજ અને ગંતવ્ય સ્ટેશન રેલ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે.
રેલ મંત્રાલય દ્વારા ફસાયેલા લોકોને લાવવા અને મોકલવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોને આની સૂચના આપવામાં આવશે.
ટ્રેન શિડ્યુલ, મુસાફરોની એન્ટ્રી અને મૂવમેન્ટ સાથે સંબંધિત પ્રોટોકૉલ, કોચમાં ઉપલબ્ધ કરાવાતી સુવિધાઓ અને ટિકિટ બુકિંગ વિશે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થતી વ્યવસ્થાઓની માહિતી રેલ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લોકોને મોકલનાર રાજ્યો/સંઘ શાસિત પ્રદેશો અને રેલ મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે બધા મુસાફરોની અનિવાર્ય સ્ક્રીનિંગ કરવામાં આવે અને માત્ર લક્ષણ ન હોય તેવા મુસાફરોને જ ટ્રેનમાં બેસાડવામાં આવે.
ટ્રેનમાં ચડવા અને મુસાફરી દરમિયાન બધા મુસાફરો સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરશે. જ્યારે મુસાફર પોતાના ગંતવ્ય સ્ટેશને પહોંચી જાય તો તેણે એ રાજ્યના હેલ્થ પ્રોટોકૉલ મુજબ આપવામાં આવેલી સલાહને માનવી પડશે.












Click it and Unblock the Notifications
