દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતી વિરુધ્ધ FIR નોંધવાના આદેશ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતીની વિરુધ્ધ એફઆઇઆર નોંધવાના આદેશ આપી દીધા છે. યુગાન્ડાની બે યુવતીઓએ તેમની પર જબરદસ્તી મેડિકલ કરાવવા અને ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સાથે તેમનો વિવાદ પહેલાથી જ ચાલી રહ્યો છે, ત્યારબાદ તેમની મુશ્કેલીઓ વધારે વધી જશે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રીએ સોમનાથનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમણે કોઇ ભૂલ કરી નથી.
આ પહેલા સોમનાથ ભારતી તરફથી ખિડકી એક્સટેન્શનમાં પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં યુગાન્ડાની ચાર મહિલાઓએ ફરિયાદ કરી હતી કે મંત્રી પોતાના સમર્થકો અને સ્થાનીય લોકોની સાથે મળીને તેમને જબરદસ્તી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યા તેમનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો.

આ મહિલાઓ પર કરવામાં આવેલા પરીક્ષણમાં ડ્રગ્સના પ્રમાણ મળ્યા ન્હોતા. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે મંત્રી અને તેમની સાથે આવેલા લોકોએ તેમના સાથીઓ સાથે મારામારી કરી તેમજ તેમની જબરદસ્તી ગાડીમાં ફરાવતા રહ્યા.












Click it and Unblock the Notifications
