ભારત-પાક તણાવ વચ્ચે પાકિસ્તાની હિંદુ શિક્ષક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આ વ્યક્તિ
હરિયાણાના એક પરિવારે પોતાના પુત્ર પરવિંદર સિંહના લગ્ન પાકિસ્તાનની હિંદુ શિક્ષક સાથે નક્કી કરી દીધા છે.
હરિયાણાના એક પરિવારે પોતાના પુત્ર પરવિંદર સિંહના લગ્ન પાકિસ્તાનની હિંદુ શિક્ષક સાથે નક્કી કરી દીધા છે. એક તરફ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે ત્યાં આવા સમાચાર સૌનું ધ્યાન ખેંચે તેવા છે. અંબાલા કેન્ટના ગામ પીપલાના રહેવાસી પરવિંદર ટૂંક સમયમાં દૂરના સંબંધી સરજીત કિરણ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2014માં થઈ હતી જ્યારે 27 વર્ષની કિરણ ભારત આવી હતી. તમને જણાવી દઈએ કે 33 વર્ષના પરવિંદર ખાનગી કંપનીમાં કામ કરે છે. પરવિંદરે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યુ કે કિરણનો પરિવાર ભાગલા સમયે પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાન ભારતીય હાઈ કમિશન દ્વારા કિરણને ભારતના 45 દિવસના વિઝા આપવામાં આવ્યા છે કે જે જૂન 2019 સુધી છે. આ દરમિયાન પાકિસ્તાનના સિયાલકોટના વાન ગામમાં રહેતી કિરણ પોતાના પરિવાર સાથે ભારત આવશે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2003માં સંસદ ભવન પર હુમલા બાદ પાકિસ્તાની મહિલા સાથે પહેલી વાર લગ્ન કરનાર ગુરદાસપુર જિલ્લાના ચૌધરી મકબૂલ અહેમદ હતા. અહેમદે જણાવ્યુ કે પરવિંદરે કિરણ સાથે લગ્ન અંગે તેમનો સંપર્ક કર્યો હતો અને આ અંગે મંતવ્ય માંગ્યુ હતુ. તેમણે પૂછ્યુ હતુ તે બંને દેશોમાં તણાવ વચ્ચે આ લગ્ન કરવા યોગ્ય છે કે નહિ.
અહેમદે જણાવ્યુ કે વર્ષ 2001માં સંસદ ભવન પર હુમલા બાદ હું પહેલો હતો જેણે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા હતા. બંને દેશો વચ્ચે વર્તમાન તણાવ બાદ પરમિંદર અને કિરણના લગ્ન પહેલા હશે. તેમણે કહ્યુ કે આ લગ્ન બંને દેશો વચ્ચે શાંતિનો સંદેશ હશે. ભલે સરકારો લડે પરંતુ સામાન્ય નાગરિક શાંતિ ઈચ્છે છે.












Click it and Unblock the Notifications
