For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હી

ભારત અને અમેરિકા વચ્ચે આજે પહેલી 2+2 વાતચીત યોજાવાની છે. આ વાતચીત માટે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો અને સંરક્ષણ મંત્રી જિમ મેટીસ બુધવારે ભારત પહોંચી ગયા.

|
Google Oneindia Gujarati News

ભારત અને અમેરિકા વચ્ચે આજે પહેલી 2+2 વાતચીત યોજાવાની છે. આ વાતચીત માટે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો અને સંરક્ષણ મંત્રી જિમ મેટીસ બુધવારે ભારત પહોંચી ગયા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોપેયોનું એરપોર્ટ પર સ્વાગત કર્યુ. પોપેયો, પાકિસ્તાન થઈને ભારત પહોંચ્યા છે. અમેરિકી વિદેશ અને સંરક્ષણ મંત્રી આજે પોતાના ભારતીય સમકક્ષો સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. દિલ્હી પહોંચતા પહેલા અમેરિકી વિદેશ મંત્રી પોપેયોએ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત અને રશિયા વચ્ચે થયેલી ડિફેન્સ ડીલ અને ઈરાન સાથે ઉર્જા કરાર વાતચીતનો પ્રાથમિક મુદ્દો નહિ હોય. તમને જણાવી દઈએ કે રશિયા સાથે થયેલી આ ડીલ બાદ ભારત પર અમેરિકા તરફથી પ્રતિબંધોનો ખતરો વધી ગયો હતો.

પહેલી સર્વોચ્ચ સ્તરની વાતચીત

પહેલી સર્વોચ્ચ સ્તરની વાતચીત

2+2 વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે થનારી વાતચીત આ વર્ષે બંને દેશો વચ્ચે સર્વોચ્ચ સ્તરની ચર્ચા છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અહીં ઘણા મોટા મુદ્દાઓ પર વિસ્તારથી અમેરિકી સમકક્ષો સાથે વાતચીત કરવાના છે. ગુરુવારે યોજનાર વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કોમકાસા એગ્રીમેન્ટ ઘણો મહત્વનો છે. આ એગ્રીમેન્ટ દ્વારા ભારત અને અમેરિકા રણનીતિક રીતે નજીક આવી શકે છે. આ એગ્રીમેન્ટ દ્વારા ભારતને અમેરિકા પાસેથી એડવાન્સ મિલિટ્રી ટેકનોલોજી મળી શકશે અને સાથે સુરક્ષા સાથે જોડાયેલા બીજા મુદ્દાઓ પર અમેરિકી મદદ મળી શકશે.

આ પણ વાંચોઃરૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલીઆ પણ વાંચોઃરૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી

સમજૂતી પર ગુરુવારે હસ્તાક્ષર થઈ શકે

સમજૂતી પર ગુરુવારે હસ્તાક્ષર થઈ શકે

માનવામાં આવી રહ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચે આ સમજૂતી પર ગુરુવારે હસ્તાક્ષર થઈ શકે છે. માઈક પોપેયોએ ભારત પહોંચતા પહેલા કહ્યુ હતુ કે, ‘રશિયાથી મિસાઈલ સિસ્ટમ અને ઈરાન પાસેથી તેલ ખરીદવુ વાતચીતનો એક હિસ્સો હશે. તે સંબંધોનો હિસ્સો છે. પરંતુ વાતચીત માત્ર આ જ પોઈન્ટ પર કેન્દ્રિત નહિ હોય.' પોપેયો મુજબ નિશ્ચિત રીતે આ મુદ્દા વાતચીતમાં ઉઠશે પરંતુ અમેરિકા માત્ર આ જ મુદ્દાઓ સાથે આ વાતચીતને ખતમ નહિ કરવા ઈચ્છે.

પીએમ મોદીને પણ મળશે પોપેયો અને મેટીસ

પીએમ મોદીને પણ મળશે પોપેયો અને મેટીસ

સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો અને સંરક્ષણ મંત્રી જિમ મેટીસ બપોરે પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરશે. ભારત આવતા પહેલા માઈક પોપેયોએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના નવા પીએમ ઈમરાન ખાન સાથે પણ મુલાકાત કરી છે. પોપેયો અને ઈમરાન વચ્ચે ક્ષેત્રીય સુરક્ષા સાથે જોડાયેલા ઘણા પાસાંઓ પર વાતચીત થઈ છે. કહેવામાં આવી રહ્યુ છે કે પોપેયો અને ઈમરાન વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ ગુરુવારે થનારી વાતચીતમાં થઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે આ પહેલી 2+2 વાતચીત છે જેનો નિર્ણય જૂન 2017 માં તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.

આ પણ વાંચોઃભારત આવતા પહેલા પાકિસ્તાન કેમ ગયા યુએસ વિદેશ મંત્રી માઈક પોપેયો?આ પણ વાંચોઃભારત આવતા પહેલા પાકિસ્તાન કેમ ગયા યુએસ વિદેશ મંત્રી માઈક પોપેયો?

English summary
Mike Pompeo and Jim Mattis US state and Defence secretaries arrive in New Delhi for 2+2 dialogue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X