મોદીની જીત બાદ આતંકી ઝાકિર મૂસા ઠાર મારાયો, કાશ્મીરમાં કર્ફ્યૂ

મોદીની જીત બાદ આતંકી ઝાકિર મૂસા ઠાર મારાયો, કાશ્મીરમાં કર્ફ્યૂ

જમ્મુ અને કાશ્મીરમાં સેનાએ મોટું ઓપરેશન અંજામ આપ્યું છે. ત્રાલમાં સુરક્ષા બળોએ મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકિર મૂસાને ઠાર મારવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જો કે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ નથી થઈ શકી. ઝાકિર મૂસા કુખ્યાત આતંકી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ છે. આતંકી ઝાકિર મૂસાને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી શોધી રહી હતી. રિપોર્ટ્સ મુજબ આર્મીની 42 રાષ્ટ્રીય રાઈફલ્સ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને સીઆરપીએફની એક ટૂકડીએ દદારા ગામમાં એક ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યો છે. આ બંને આતંકીઓની ઓખળ કરવામાં આવી રહી છે. જેમાંથી એક આતંકી ઝાકિર મૂસા હોય શકે છે. સૂત્રો મુજબ ખૂફિયા સૂચનાના આધારે સુરક્ષા બળોએ આ બંને આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા બળોએ જ્યારે બંને આતંકીઓને સરેન્ડર કરવાનું કહ્યું તો આ આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કરવા લાગ્યા. આ દમરિયાન સુરક્ષા બળોની જવાબી કાર્યવાહીમાં ઝાકિર મૂસા ઠાર મારવામાં આવ્યો. જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવાની હજુ બાકી છે.

કાશ્મીરમાં કર્ફ્યૂ

કાશ્મીરમાં કર્ફ્યૂ

આ સમયે આ વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. સુરક્ષા એજન્સીઓને શક છે કે ઝાકિર મૂસાની સાથે અન્ય આતંકવાદીઓ પણ છૂપાયા હોય શકે છે. આ દરમિયાન પુલવામામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઝાકિર મૂસાને ઠાર મરાયો હોવાના અહેવાલ આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને કાશ્મીર ડિવીઝનમાં કાલે તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ડિવિઝનલ કમિશ્નર બસીર અહમદ ખાને કહ્યું કે આ ફેસલો સરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

બુરહાન વાહની બાદ આતંકનો નવો પોસ્ટર બૉય

બુરહાન વાહની બાદ આતંકનો નવો પોસ્ટર બૉય

ઝાકિર મૂસા જમ્મુ અને કાશ્મીરમાં બુરહાન વાની બાદ આતંકનો નવો પોસ્ટર બોય હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ લાંબા મયથી ઝાકિર મૂસાની શોધખોળ કરી રહી હતી. સંયોગ છે કે ઝાકિર મૂસાને પુલવામાના એ વિસ્તારમાં જ ઠાર મારવામાં આવ્યો છે જ્યાં 2016માં આર્મીએ હિઝ્બુલ કમાંડર બુરહાન વાનીને ઠાર માર્યો હતો.

હિઝબુલનો કમાંડર હતો ઝાકિર મૂસા

હિઝબુલનો કમાંડર હતો ઝાકિર મૂસા

આતંકી ઝાકિર મૂસા 2017 પહેલા હિઝબુલ મુઝાહિદ્દીનની સાથે જોડાયેલ હતો. પરંતુ થોડા દિવસો બાદ તેણે આ આતંકી ંગઠન સાથે સંબંધ તોડી પોતાનું અલગ સંગઠન બનાવી લીધું અને તેનું નામ અંાર ગઝવાત ઉલ હિંદ રાખ્યું. ઝાકિર મૂસા ખુદને કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેનનો માણસ ગણાવવા લાગ્યો. 2017માં તેનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે પોતાના સાથીઓ સાથે હાથમાં હથિયાર લઈને જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X