For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોપિયાંમાં આતંકીઓએ બેરહેમીથી મહિલાની હત્યા કરી

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ શુક્રવારે હચમચાવી નાખે તેવું કૃત્ય કર્યું છે. અહીં આતંકીઓએ 25 વર્ષની એક મહિલાનું અપહરણ કર્યું અને ત્યારપછી તેની બેરહેમીથી હત્યા કરી

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ શુક્રવારે હચમચાવી નાખે તેવું કૃત્ય કર્યું છે. અહીં આતંકીઓએ 25 વર્ષની એક મહિલાનું અપહરણ કર્યું અને ત્યારપછી તેની બેરહેમીથી હત્યા કરી નાખવામાં આવી. જમ્મુ કાશ્મીર પોલીસને આ મહિલાની ગોળીઓથી વીંધાયેલી લાશ મળી આવી છે. પોલીસ ઘ્વારા એવી પણ જાણકારી આપવામાં આવી છે કે આતંકીઓએ આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. મહિલાની લાશ શોપિયાંના સુગાન ગામમાં મળી આવી છે.

Jammu Kashmir

મહિલાએ દયાની માંગ કરી

ગુરુવારે છેલ્લી વાર લોકોએ મહિલાને જોઈ હતી. આ મહિલા પુલવામાં ડાંગેરપોરા ગામની રહેવાસી હતી. પોલીસે કેસ નોંધી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલા માર્યા ગયેલા આતંકી જીનલ-ઉલ-ઇસ્લામની સંબંધી હતી. આતંકીઓ ઘ્વારા જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના સાફ દેખાઈ રહ્યું છે કે મહિલા આતંકીઓ સામે દયાની આજીજી કરી રહી છે. આ મહિલાનું નામ ઇશરત મુનીર જણાવવામાં આવી રહ્યું છે. વીડિયો 10 સેકન્ડનો છે અને મહિલાને તેમાં માફી માંગતા જોઈ શકાય છે. અત્યારસુધી આ વાતની માહિતી નથી મળી શકી કે આતંકીઓએ તેની હત્યા કેમ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓને પકડવા માટે છાપામારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: શોપિયાંમાં આતંકીઓએ બેરહેમીથી મહિલાની હત્યા કરી

English summary
Militants execute woman, bullet-riddled body found in Shopian, Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X