For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમા આતંકવાદીઓએ કરી પોલિસ કૉન્સ્ટેબલની હત્યા

શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલિસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કાશ્મીર ઘાટીમા આતંકી ઘટનાઓ અટકવાનુ નામ નથી લઈ રહી. રવિવારે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલિસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી માર્યા ગયેલા જવાનની ઓળખ કૉન્સ્ટેબલ તૌસીફ અહેમદ તરીકે થઈ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. એવામાં આખા વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

srinagar

આ મામલે જમ્મુ કાશ્મીર પોલિસના અધિકારીઓએ જણાવ્યુ કે રાતે લગભગ આઠ વાગે આતંકવાદીઓએ એસડી કૉલોની, બટમાલૂમાં કૉન્સ્ટેબલ તૌસીફ અહેમતના આવાસ પાસે ગોળીબારી કર્યો. ગોળી તેમના માથામાં લાગી જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ત્યારબાદ તેમને એસએમએચએસ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તેમનુ મોત થઈ ગયુ હતુ. હજુ તૌસીફની ઉંમર માત્ર 29 વર્ષ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે. હાલમાં ઘટનાની જવાબદારી કોઈ પણ આતંકવાદી સંગઠને લીધી નથી.

NCએ કરી ઘટનાની નિંદા

નેશનલ કૉન્ફરન્સે આ ઘટનાની નિંદા કરી છે. પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યુ કે અમે શ્રીનગરના બટમાલૂમાં 29 વર્ષીય પોલિસકર્મી પર કાયરતાપૂર્ણ અને નૃશંસ હુમલાની સ્પષ્ટ રીતે નિંદા કરીએ છીએ. નિંદા માટે કોઈ શબ્દ પૂરતા નથી. અલ્લાહ તેમને જન્નતમાં જગ્યા આપે. દુઃખની આ ઘડીમાં નેશનલ કૉન્ફરન્સ તેમના પરિવાર સાથે છે.

ગૃહમંત્રીએ આપ્યા છે આ નિર્દેશ

ગયા મહિને 16 અને 17 ઓક્ટોબરે આતંકવાદીઓએ 4 મજૂરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ પણ કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ગૃહ મંત્રાલયે એનઆઈએને આ ષડયંત્ર પાછળનુ કારણ જાણવા માટેનુ કામ સોંપ્યુ છે. આ ઉપરાંત સુરક્ષાબળોએને પણ ઑપરેશનમાં તેજી લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. હવે શ્રીનગરના રસ્તાઓ પર નવા બંકર બનાવવામાં આવ્યા છે જેથી ફરાર થનાર આતંકવાદીઓને રોકી શકાય.

English summary
Militants Shot Police Constable in Srinagar kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X