Milkha Singh Records: 5 ગોલ્ડ, 1 સિલ્વર, મિલ્ખા સિંહની બરાબરી કરનાર આજે પણ કોઈ નથી
Milkha Singh Records: 5 ગોલ્ડ, 1 સિલ્વર, મિલ્ખા સિંહની બરાબરી કરનાર આજે પણ કોઈ નથી
ભારતમાં જ્યારે પણ એથ્લેટનો ઉલ્લેખ થશે ત્યારે મિલ્ખા સિંહનું નામ સૌથી પહેલાં લેવામાં આવશે. ભારતના પહેલા ટ્રેક એન્ડ ફીલ્ડ સુપર સ્ટાર મિલ્ખા સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 18 જૂને ચંદીગઢના પીજીઆીએમઈઆર હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેઓ 91 વર્ષના હતા અને કોરોના વાયરસ સંબંધિત પરેશાનીથી પીડિત હતા. મિલ્ખા સિંહને મે મહિનામાં કોરોનાવાયરસ થયો હતો. 13 જૂન 2021ના રોજ તેમના પત્નીનું પણ કોરોનાને કારણે નિધન થયું હતું. ભારતના ધી ફ્લાઈંગ શિખ હવે આપણી વચ્ચે ભલે ન રહ્યા હોય પરંતુ તેમણે બનાવેલા રેકોર્ડ્સ હંમેશી તેમની હાજરીનો અહેસાસ કરાવતા રહેશે. મિલ્ખા સિંહે 10 વર્ષ સુધી સ્પ્રિંટના ક્ષેત્રમાં રાજ કર્યું. તેમણે પોતાના આખા કરિયરમાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે.

મિલ્ખા સિંહ આજે પણ ભારતના એકમાત્ર એવા એથ્લેટ છે જેમણે એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. મિલ્ખા સિંહને ખેલમાં તેમની ઉપલબ્ધતા માટે 1959માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મિલ્ખા સિંહે 1956માં મેલબોર્ન ખાતે યોજાયેલ ઓલિમ્પિક, 1960માં રોમમાં યોજાયેલ ઓલિમ્પિક અને 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મિલ્ખા સિંહે 1958ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આઝાદી બાદ દેશને આ પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 1960 રોમ ઓલિમ્પિક મિલ્ખા સિંહના કરિયરની સૌથી યાદગાર દોડ હતી, જેમાં તેઓ સેકન્ડના 100મા ભાગથી કાંસ્ય પદક ચૂકી ગયા હતા. મિલ્ખા સિંહે પોતાના કેટલાય ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે તેઓ 1960 ઓલિમ્પિકમાં મેડલ ન લાવી શક્યા તેનો સૌથી વધુ અફસોસ છે.
મિલ્ખા સિંહના રેકોર્ડની યાદી
| ગેમ | મેડલ | કેટેગરી |
| 1 એશિયન ગેમ્સ, 1958 | ગોલ્ડ | 200 મીટર |
| 2 એશિયન ગેમ્સ, 1958 | ગોલ્ડ | 400 મીટર |
| 3 કોમનવેલ્થ ગેમ્સ, 1958 | ગોલ્ડ | 440 યાર્ડ |
| 4 એશિયન ગેમ્સ, 1962 | ગોલ્ડ | 400 મીટર |
| 5 એશિયન ગેમ્સ, 1962 | ગોલ્ડ | 4X400 M Relay |
| 6 કલ્ચર નેશનલ ગેમ્સ, 1964 | સિલ્વર | 400 મીટર |
મિલ્ખા સિંહે નેશનલ ગેમ્સ ઑફ ઈન્ડિયામાં પણ બે ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો
| નેશનલ ગેમ્સ ઑફ ઈન્ડિયા (કટક) ગોલ્ડ મેડલ | 1958 | 200 મીટર |
| નેશનલ ગેમ્સ ઑફ ઈન્ડિયા (કટક) ગોલ્ડ મેડલ | 1958 | 400 મીટર |
| નેશનલ ગેમ્સ ઑફ ઈન્ડિયા (કોલકાતા) ગોલ્ડ મેડલ | 1964 | 400 મીટર |
રિપોર્ટ મુજબ મિલ્ખા સિંહે પોતાના ટ્રેક એન્ડ ફીલ્ડ કરિયરમાં 80 રેસમાંથી 77 રેસ જીતી છે. જેના માટે 1959માં તેમને હેલ્મ્સ વર્લ્ડ ટ્રોફીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે મિલ્ખા સિંહે કેટલી દોડમાં ભાગ લીધો છે તેના કોઈ સત્તાવાર આંકડાની જાણકારી ઉપલબ્ધ નથી.












Click it and Unblock the Notifications
