• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાંસદ અસદૂદ્દીન ઓવૈસીનું સરેન્ડર, જેલભેગા કરાયા

|
asaduddin owaisi
હૈદરાબાદ, 21 જાન્યુઆરી: મજલિસ-એ-ઇત્તેહાદૂલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદ્દૂદ્દીન ઓવૈસીને સોમવારે મેડક જિલ્લાની એક સ્થાનીય અદાલતે ધરપકડના આદેશ આપી 14 દિવસની ન્યાયીક તપાસ માટે જેલના હવાલે કરી દીધા છે. અસદૂદ્દીને 2005 એક મસ્જીદને નહી તોડવા દેવાના મામલે નોંધાયેલી ફરિયાદને પગલે સમર્પણ કર્યું હતું.

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ હૈદરાબાદની પાસે મેડક જિલ્લા મુખ્યાલય, સાંગારેડ્ડી શહેરમાં એક અદાલતમાં સમર્પણ કર્યું. ન્યાયાધીશ દ્વારા તેમને 2 ફેબ્રુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

ઓવૈસીની સામે 16 માર્ચ, 2005ના રોજ એક ફરિયાદ નોંધાઇ હતી. તેમની સામે એવી ફરિયાદ દાખલ કરાઇ હતી કે તેમણે સરકારી કર્મચારિયોને એક ધાર્મિક ઇમારત તોડી પાડવા રોક્યા હતા. અધિકારી મુટ્ટંગી ગામના એક રસ્તા પર એક ધાર્મિક ઇમારતને તોડી પાડવા ઇચ્છતા હતા. પરંતુ અસદૂદ્દીન ઓવૈસીએ ભારે વિરોધ પ્રદર્શન કરાવી આ મસ્જીદને તોડવા દીધી ન્હોતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમના નાના ભાઇ અકબરુદ્દીન ઓવૈસીની ભડકાઉ ભાષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલી છે. તેઓ છેલ્લા 14 દિવસથી ન્યાયિક હિરાસતમાં છે. અસદૂદ્દીન ઓવૈસી દ્વારા કરવામાં આવેલી જામિન અરજી પર સુનવણી મંગળવારે કરવામાં આવશે.

lok-sabha-home

English summary
Majlis-e-Ittehad-ul Muslimeen supremo Asaduddin Owaisi surrendered before a court in Medak district of Andhra Pradesh on Monday in connection with a case filed against him in 2005.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more