For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરોગ્ય મંત્રાલયે હોમ આઇસોલેશન માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

દેશમાં કોરોના વાયરસના નવા કેસ આજે (બુધવાર) 58 હજારને વટાવી ગયા છે. નિષ્ણાતોના મતે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસ આજે (બુધવાર) 58 હજારને વટાવી ગયા છે. નિષ્ણાતોના મતે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આ દરમિયાન કોરોના વાયરસની ગતિ પર બ્રેક લગાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હળવા અને એસિમ્પટમેટિક કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન નિયમોમાં ફેરફાર કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

Coronavirus

નવી માર્ગદર્શિકા અનુસાર, જે દર્દીઓ પોઝિટિવ આવતા પહેલા ઓછામાં ઓછા 7 દિવસથી તેમના ઘરે હતા તેઓને હોમ આઇસોલેશન હેઠળ રજા આપવામાં આવશે.

આ ઉપરાંત આવા દર્દીઓને પણ હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવશે, જેમને સતત 3 દિવસથી તાવ આવ્યો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા બાદ ફરીથી કોરોના વાયરસ માટે ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

જો દેશમાં કોવિડ 19 દર્દીઓના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 9 દિવસમાં દેશમાં કોરોનાના કેસ 6 ગણાથી વધુ વધી ગયા છે. આવા સમયે છેલ્લા ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ ગયા છે. જો કે, દર્દીઓની વધતી સંખ્યાને કારણે હોસ્પિટલ પર કોઈ દબાણ આવ્યું નથી.

કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં હોમ આઇસોલેશનની નવી માર્ગદર્શિકાને સખત રીતે લાગૂ કરવા માટે રાજ્ય સરકારોને કંટ્રોલ રૂમને વ્યવસ્થિત રાખવા સૂચના આપવામાં આવી છે. જેથી કરીને કોરોના વાયરસના દર્દીઓનું મોનિટરિંગ યોગ્ય રીતે થઈ શકે.

જો ઘરમાં ક્વોરેન્ટાઈન કરાયેલા દર્દીની હાલત વધુ બગડે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ માટે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ, ટેસ્ટિંગ અને બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં દરરોજ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 58,097 નવા કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે.

English summary
Union Health Ministry issues revised guidelines for home isolation of COVID 19 patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X