કોરોના વાયરસ માટે ભારતમાં એલર્ટ, જારી કર્યો હેલ્પલાઈન નંબર અને Email ID
દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ચૂકેલ જાનલેવા કોરોના વાયરસ (કોવિડ-19) માટે હવે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ચૂકી છે.
દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ચૂકેલ જાનલેવા કોરોના વાયરસ (કોવિડ-19) માટે હવે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ચૂકી છે. હાલમાં જ ભારતના વિવિધ સ્થળોએ કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રાલયે પીડિતોની મદદ માટે હેલ્પલાઈન નંબર (+91-11-23978046) અને ઈ-મેલ આઈડી ([email protected]) જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ચીન બાદ હવે આ જાનલેવા વાયરસ લગભગ 60 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી કોઈ પણ માહિતી કે અફવાથી બચવા માટે તમે આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા જારી કરાયેલ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરી શકો છો.

ભારત સરકારે જરૂરી પગલા લીધા
ચીનના વુહાન શહેરથી ફેલાયેલ વાયરસના પ્રકોપથી પોતાની જનતાને બચાવવા માટે ભારત સરકારે ઘણા જરૂરી પગલા લીધા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ભારત સરકારે ચીન, ઈટલી, જાપાન, સાઉથ કોરિયા અને ઈરાનથી આવતા મુસાફરોના વિઝા રદ કરી દીધા છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ હતુ કે કોવિડ-19ના બે નવા કેસ સામે આવ્યા છે. આમાં એક કેસ દિલ્લીનો જ્યારે બીજો તેલંગાનાનો છે. તેમણે કહ્યુ હતુ કે તે ટલી અને દુબઈની યાત્રા કરી ચૂક્યા છે.

પીએમ મોદીએ કહ્યુ ગભરાવાની જરૂર નથી
આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે બંને દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને ડૉક્ટરોની ટીમ તેમનુ નિરીક્ષણ કરી રહી છે. આ પહેલા રવિવારે મુંબઈ એરપોર્ટ પર કોરોના વાયરસ(કોવિડ-19)ના એક શંકાસ્પદ દર્દી વિશે માલુમ પડ્યુ હતુ. તેની તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોના ડરને જોતા ટ્વિટ કરીને કહ્યુ, કોવિડ-19 કોરોના વાયરસ પર કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી ચૂકી છે. મંત્રાલય અને રાજ્ય મળીને કામ કરી રહ્યા છે. ભારતમાં આવતા લોકોનુ સ્ક્રીનિંગથી લઈને ત્વરિત ચિકિત્સા સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગભરાવાની જરૂર નથી.

ચીન, જાપાન, ઈટલીના મુસાફરોના વિઝા કેન્સલ
વળી, દેશભરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ચીન, ઈટલી, જાપાન, સાઉથ કોરિયા અને ઈરાનથી આવનારા બધા મુસાફરો વિશે હેલ્થ ઓફિસને માહિતી જરૂર આપે. આ ઉપરાંત ઈમીગ્રેશન બ્યુરોને સલાહ આપવામાં આવી છે કે તે જાપાન અને સાઉથ કોરિયાથી આવતા એ મુસાફરોને મંજૂરી ન આપે જેમને વિઝા ઑનલાઈન અરાઈવલ હેઠળ ભારત આવવાની પરમીશન આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચીન ઉપરાંત કોરોના વાયરસ ઈટલીમાં પણ ગંભીર રીતે ફેલાઈ ચૂક્યો છે. ત્યાં લગભગ 2000થી વધુ લોકો સંક્રમિત છે અને 52 લોકોના મોત થઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
