For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારનો આતંકવાદ પર પ્રહાર યથાવત, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ PAFFને જાહેર કર્યુ આતંકવાદી સંગઠન

ભારત સરકારે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ પીએએફએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યુ.

|
Google Oneindia Gujarati News

MHA Declares PAFF Terrorist Organization: ભારત સરકારે ફરીથી એક વાર પાકિસ્તાના પ્રાયોજિત આતંકવાદીઓ પર પ્રહાર કર્યો છે. ગૃહ મંત્રાલયે શુક્રવારે ગેરકાયદે ગતિવિધિઓ(નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ પીપલ્સ એંટી ફાસિસ્ટ ફ્રંટ(પીએએફએફ)ને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધુ. આ કાર્યવાહી આ સંગઠનના જમ્મુ કાશ્મીર અને અન્ય સ્થાનો પર આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે કરવામાં આવી.

terror

કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપવામાં આવી. જેમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ અરબાઝ અહેમદ મીરને આતંકવાદ નિવારણ કાયદો ગેરકાયદે ગતિવિધિઓ(નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. અરબાઝ અહેમદ મીર મૂળ રીતે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે. હાલમાં તે પાકિસ્તાનમાં છૂપાઈને બેઠો છે.

ગૃહ મંત્રાલયે તેમના નોટિફિકેશનમાં કહ્યુ કે પીએએફએફ સુરક્ષા બળો, રાજકીય નેતાઓ અને અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવતા જમ્મુ કાશ્મીરમાં કામ કરી રહેલા નાગરિકોને સતત ધમકીઓ આપી રહ્યુ છે. તે અન્ય સંગઠનો સાથે મળીને હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકોથી હુમલાઓને અંજામ આપવા માટે યુવાનોની ભરતી પણ મોટાપાયે ગતિવિધિઓમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(TRF) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને ગૃહ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967ની ચોથી સૂચિ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. ગૃહ મંત્રાલયે 5 જાન્યુઆરીએ મોહમ્મદ અમીન ખૂબૈબ ઉર્ફે અબુ ખૂબૈબને ગેરકાયદે પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાનો રહેવાસી ખૂબૈબ હાલમાં પાકિસ્તાનમાં છે અને તે લશ્કર-એ-તૈયબાના લૉન્ચિંગ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યો છે.

આ ઉપરાંત, બુધવારે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાશ્મીર મૂળના એજાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરીને આતંકવાદી જાહેર કર્યો હતો. તે અલ-કાયદા સાથે સંબંધ ધરાવે છે અને અન્ય વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે સંપર્કમાં છે. તે ભારતમાં ઈસ્લામિક સ્ટેટ(IS)ને ફરી શરૂ કરવામાં વ્યસ્ત છે. એજાઝ અહમદ અહંગર હાલમાં અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે અને તે 'ઈસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીર' માટે આતંકવાદીઓની મુખ્ય ભરતી કરનારાઓમાંનો એક છે.

English summary
Ministry Of Home Affairs declared PAFF terrorist organization
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X