For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્સ્ટાગ્રામમાં મિત્ર બની સગીરા, યુવકે મળવા બોલાવીને મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ

તોરવા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો, પરંતુ યુવતી મળી ન હતી. જે બાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સંબંધીઓનો આક્ષેપ છે કે, પોલીસે ફરિયાદ પણ નોંધી નથી.

|
Google Oneindia Gujarati News

બિલાસપુર : છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાની ઈન્સ્ટાગ્રામ દ્વારા એક યુવક સાથે મિત્રતા થઈ હતી.

gang rape

શુક્રવારના રોજ યુવકે સગીરાને મળવા બોલાવી અને પછી તેને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં અન્ય બે મિત્રો સાથે મળીને પીડિતાને બાંધી અને પછી તેની સાથે ગેંગરેપ કર્યો. શનિવારના રોજ પીડિતા આરોપીઓના ચુંગાલમાંથી છૂટીને તેના ઘરે પહોંચી અને ઘટનાક્રમની જાણકારી આપી હતી. જે બાદ પરિવારજનો પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતા રહ્યા, પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો. હાલમાં પોલીસે રવિવારના રોજ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસ મુખ્ય આરોપીને શોધવામાં વ્યસ્ત છે.

તોરવા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો, પરંતુ યુવતી મળી ન હતી. જે બાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સંબંધીઓનો આક્ષેપ છે કે, પોલીસે ફરિયાદ પણ નોંધી નથી. જે દરમિયાન શનિવારના રોજ યુવતી ઘરે પરત ફરી હતી. જે બાદ પરિવાર તેને ફરીથી પોલીસ પાસે લઈ ગયો હતો. સગીરાએ પોલીસને જણાવ્યું કે, તે તારબહાર વિસ્તારમાં રહેતા યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરતી હતી. શુક્રવારની રાત્રે યુવકે તેને મળવા બોલાવી હતી.

આ ઘટના અંગે સગીરાએ જણાવ્યું કે, જ્યારે તે ચોક પર પહોંચી તો યુવકે તેને બળજબરીથી બાઇક પર બેસાડી અને પોતાની સાથે લઇ ગયો હતો. જે બાદ તેને ઘરે લઈ ગયા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેના બે સાથીદારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની માહિતી કોઈને આપશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બીજા દિવસે જ્યારે છોકરાઓએ તેને છોડી દીધી, ત્યારે તે ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને જાણ કરી હતી. આરોપ છે કે આ પછી પણ પોલીસે કેસ નોંધ્યો ન હતો.

ઉલ્લેખીય છે કે, પીડિતાના પરિજનોએ શનિવારના રોજ જ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની માહિતી નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. દરમિયાન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જો કે, મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. રવિવારના રોજ પોલીસે બે આરોપીઓને પકડવાનો દાવો કર્યો હતો. પરંતુ, તેમની માહિતી આપવામાં આવી રહી નથી. તે જ સમયે, પોલીસ અધિકારીઓ અને એસએચઓ આ ગંભીર મામલે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.

English summary
minor girl who became a friend on Instagram, was gang-raped by a young man with friends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X