For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગામાં છલાંગ: મૌતની સૌથી નજીક જનાર પર સૌથી વધુ સટ્ટો

સતત થઇ રહેલા વરસાદને કારણે ગંગાનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. પરંતુ કેટલાક યુવકો માટે વધતું જળસ્તર હવે રમતનું મેદાન બની ગયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સતત થઇ રહેલા વરસાદને કારણે ગંગાનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. પરંતુ કેટલાક યુવકો માટે વધતું જળસ્તર હવે રમતનું મેદાન બની ગયું છે. નગરના ઘટમાં યુવકો પૈસાની બાજી લગાવીને ગંગામાં મૌતની છલાંગ લગાવે છે. યુવકોના આ કરતબો રોકવાને બદલે લોકો પ્રેક્ષક બનીને તેને માણી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગમે તે સમયે દુર્ઘટના થઇ શકે છે. આ બાબતે જાણકારી મળ્યા પછી પોલીસે કાર્યવાહી કરવાની વાત કહી છે.

ગંગાનું સ્તર વધી ગયું

ગંગાનું સ્તર વધી ગયું

એક અઠવાડિયાથી એવો એક પણ દિવસ નથી રહ્યો કે જયારે વરસાદ ના પડ્યો હોય. તેના સિવાય બંધમાંથી પાણી છોડવાને કારણે ગંગાનું જળસ્તર ખુબ જ વધી ગયું છે. એક સેન્ટિમીટર પ્રતિ કલાકની ઝડપે ગંગાનું જળસ્તર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે.

વધતું જળસ્તર યુવાનો માટે રમતનું મેદાન બન્યું

વધતું જળસ્તર યુવાનો માટે રમતનું મેદાન બન્યું

ગંગાના વધતા જળસ્તરને કારણે આસપાસ રહેલા લોકોમાં ભય વ્યાપી ગયો છે. જયારે યુવાનોમાં એક નવી રમતે જન્મ લીધો છે. નગરમાં મોટાભાગના પાક્કા ઘાટ પર એવા યુવાનો દેખાઈ રહ્યા છે જેઓ રમત રમતમાં મૌતની છલાંગ લગાવી રહ્યા છે. યુવાનોમાં સટ્ટો લાગી રહ્યો છે કે કોણ કેટલી ઉંચાઈ થી કૂદી શકે છે અને કોણ કેટલા સમય સુધી પાણીમાં રહી શકે છે. યુવકો પૈસાનો સટ્ટો લગાવીને ગંગામાં છલાંગ લગાવે છે, જયારે આ તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

પોલીસ ગોઠવવાનો નિર્દેશ

પોલીસ ગોઠવવાનો નિર્દેશ

આ અંગે સીઓ સીટી સંજય સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ બાબતે સૂચના મળી છે. સંબંધિત ઘાટોમાં પોલીસને નિર્દેશ આપીને સિપાહીની ડ્યુટી લગાવવામાં આવી રહી છે. જેથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે.

English summary
mirzapur boys jumps from high into ganga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X