For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો 96માં જ થઇ ગયું હોત પરમાણુ પરીક્ષણઃ કલામ

By Super
|
Google Oneindia Gujarati News

kalam
નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ ભારતીય મિસાઇલ કાર્યક્રમના જનક તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામે કહ્યું કે, 1998માં પરમાણું પરીક્ષણ કરતા પહેલાં જાસૂસોનું ધ્યાન વીચલીત કરવા માટે ભારતે ઘણી મીસાઇલ અને રોકેટ્સ અને બોમ્બ્સનું પરીક્ષણ કર્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, 1998માં ગરમીઓમાં કરવામાં આવેલા પોખરણ પરમાણુ પરીક્ષણના બે દિવસ પહેલા જાસૂસોનું ધ્યાન વીચલીત કરવા માટે આ સુનિયોજિત ઉપચાર હતો. તેમણે કહ્યું કે 1996માં જ આ પરમાણુ પરીક્ષણ થવાનું હતું. પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવે પરીક્ષણ કરવા માટે કહ્યું હતું, પરંતુ, ચૂંટણી હાર્યા બાદ તેમણે અટલ બિહારી વાજપાયીને બતાવવા કહ્યું હતું.

રો દ્વારા આયોજિત સાતમા આરએન કાવ સ્મૃતિ વ્યાખ્યાનમાં કલામે પરમાણુ પરીક્ષણ પહેલા બેચેની ભરેલા દિવસોને યાદ કરતા કહ્યું કે ડીઆરડીઓ અને તેમના દળે સંપૂર્ણ ગુપ્તતા સાથે પરીક્ષણમાં સફળ બનાવવા માટે મોડે સુધી કામ કર્યું હતું.

કલામે તત્કાલિન વાજપાયી સરકારના નેતૃત્વમાં 1998માં પોખરણમાં એક પછી એક પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા હતા અને ત્યાર બાદ વિશ્વભરથી તેને તીખી પ્રતિક્રિયા મળી હતી. વ્યાખ્યાનમાં કલામે કહ્યું કે, 1998માં પોખરણ પરમાણુ વિસ્ફોટના બે દિવસ પહેલા વિશ્વભરનુંધ ધ્યાન હટાવવા માટે અમે મિસાઇલ, રોકેટ અને બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

English summary
india had launched a series of missiles, rockets and dropped experimental bombs to divert attention of "snoopers" before conducting the 1998 nuclear tests, APJ Abdul Kalam, considered the father of India's missile programmee, said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X