For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy New Year 2020: કેમ સાકાર ન થઈ શક્યું કલામનું ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું સપનું?

Happy New Year 2020: કેમ સાકાર ન થઈ શક્યું કલામનું ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું સપનું?

|
Google Oneindia Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે 2000ની સાલમાં વિક્સિત ભારતનું સપનું જોયું હતું, આ બે દાયકામાં દેશ તેમના સ્વપ્ન તરફ આગળ તો વધ્યો છે, પરંતુ ઓવરઓલ રિપોર્ટ કાર્ડ જોઈએ તો તેનું પ્રદર્શન કલામના વિઝન પ્રમાણે નથી રહ્યું. કારણ એ છે કે વર્ષ 2000ની સાલમાં જ્યારે મિસાઈલમેને 500 એક્સપર્ટ સાથે વિઝન 2020નું માળખુ બનાવ્યું હતું, ત્યારે દેશમાં નવી સદીને લઈ ખૂબ જ ઉત્સાહ હતો. જેમ જેમ દર વર્ષે ભારત નવી સદીમાં આગળ વધતો રહ્યો, કેટલીક બાબતોમાં આપણે આશા કરતા ઉત્તમ કામ કર્યું, પરંતુ મોટા ભાગના ક્ષેત્રોમાં આપણે તેમના ભરોસાને સાર્થક નથી કરી શક્યા. આજે આપણે તેની સમીક્ષા કરવી જરૂરી છે કે તેમણે જે વિક્સિત ભરતની કલ્પના કરી હતી, તે મુકામ સુધી પહોંચવામાં આપણે કેમ નિષ્ફળ રહ્યા?

આર્થિક વિકાસ અને ગરીબી હટાવવી

આર્થિક વિકાસ અને ગરીબી હટાવવી

કલામ સાહેબે સતત 8થી 9 ટકાના દરે વાર્ષિક આર્થિક વિકાસનું સપનું સેવ્યું હતું. 2004-09 સુધી દેશે આ દરથી વિકા કર્યો પણ હતો. પરંતુ ત્યાર બાદ વિકાસ દર ઘટવાનો શરૂ થઈ ગયો. પાછલા કેટલાક વર્ષમાં ફરી એકવાર એ રસ્તે જવાની કોશિશ થઈ. પરંતુ આજે વિકાસ દર સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂક્યો છે.

ડૉ. કલામે 2020 સુધીમાં દેશમાંથી ગરીબી સાવ જ હટાવી દેવાનું સપનું જોયું હતું. આજની તારીખે દેશ આ વાતે ગર્વ કરી શકે છે કે ઘણા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, પરંતુ સત્ય એ પણ છે કે દેશમાં 60 ટકાથી વધુ વસ્તી હજી પણ રોજના 3 ડૉલર કરતા ઓછા પૈસા કમાય છે.

સરેરાશ આયુષ્ય અને રોજગારી

સરેરાશ આયુષ્ય અને રોજગારી

વર્ષ 2000માં ભારતની સરેરાશ આયુષ્ય 64 વર્ષ હતી, ત્યારે એ સપનું જોવાયું હતુ કે દેશમાં લોકોની સરેરાશ આયુષ્ય 20 વર્ષ બાદ 69 વર્ષ થશે. પરંતુ હજી પણ આપણે ચીન અને બ્રાઝિલ જેવા દેશથી પાછળ છીએ, આ દેશનું સરેરાશ આયુષ્ય 75 વર્ષથી વધુ છે.

વિઝન 2020માં દેશમાંથી બેરોજગારી સંપૂર્ણ રીતે પૂરી થવાની આશા વ્યક્ત કરાઈ હતી. આજે સચ્ચાઈ એ છે કે 45 વર્ષમાં બેરોજગારી સૌથી ઉંચા સ્તરે છે.

શિક્ષણ અને આરોગ્ય

શિક્ષણ અને આરોગ્ય

રાષ્ટ્રપતિ કલામને ભરોસો હતો કે 20 વર્ષમાં દેશ ઉચ્ચ શિક્ષણમાં ગુણોત્તર સુધારીને વિશ્વ સ્તરે પહોંચી શક્શે. હાલના સમયે કોલેજામાં એડમિશનનો દર 23 ટકા છે, જે અમેરિકામાં 87 ટકા, યુકેમાં 57 ટકા અને ચીનમાં 39 ટકા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મિડ ડે મીલ અને સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમને કારણે સ્કૂલમાં એડમિશનનો દર વધ્યો તો છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં હજી લોકોનો રસ વધ્યો નથી. જો કે હાયર એજ્યુકેશન માટે યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે, પરંતુ દેશમાં હજીય 500થી વધુ યુનિવર્સિટીની અછત છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ વિચાર્યુ હતુ કે 20 વર્ષમાં દેશ સૌથી સસ્તી આરોગ્ય સેવા આપવા સક્ષમ બનશે. દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારતનું લક્ષ્ય પણ માત્ર 50 કરોડ નાગરિકોને 5 લાખ સુધીનો ફ્રી ઈલાજની સુવિધા આપવાનું છે. તેમ છતાંય દેશની 80 કરોડ વસ્તી મોંઘા ઈલાજ માટે મજબૂર છે. આજે પણ દેશની 80 ટકા વસ્તી સુધી સારી સ્વાસ્થ્ય સેવાઓ નથી પહોંચી શકી.

ભૂખ અને કુપોષણ

ભૂખ અને કુપોષણ

ભારત માટે ચિંતાની વાત એ છે કે વિશ્વના ભૂખ્યા લોકોની યાદીમાં આપણો દેશ ટોચના સ્થાને છે. દેશમાં રોજ 2 કરોડ નાગરિકો ભૂખ્યા સૂવા મજબૂર છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વાત કરીએ તો 2019માં ભારતનું સ્થાન 117 ક્વોલિફાઈંગ દેશમાંથી 102 નંબર પર છે. દેશની 30.3 ટકા વસ્તીની હાલત આ મામલે ગંભીર શ્રેણીમાં છે. જ્યારે બાંગ્લાદેશ 88 અને પાકિસ્તાન 94મા સ્થાને એટલે કે આપણા કરતા સારી સ્થિતિમાં છે. આ ક્ષેત્રે ફક્ત અફ્ઘાનિસ્તાન આપણી પાછળ છે.

2016માં 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 38 ટકા બાળકોની ઉંચાઈ ઉંમરના હિસાબે ઓછી હતી. ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તર ઘણો વધુ હતો. આ જ રીતે દેશના 21 ટકા બાળકોનું જવન તેમની ઉંચાઈ કરતા ઓછું નોંધાયું. આ મામલે ફક્ત ત્રણ દેશ જિબુતી, શ્રીલંકા અને દક્ષિણ સુદાન આપણી પાછળ છે.

Unnao Rape Case: પીડિતાની બહેને કહ્યું- એક અઠવાડિયામાં આરોપીને સજા નહિ મળી તો અગ્નીસ્નાન કરી લઈશUnnao Rape Case: પીડિતાની બહેને કહ્યું- એક અઠવાડિયામાં આરોપીને સજા નહિ મળી તો અગ્નીસ્નાન કરી લઈશ

English summary
mission 2020 reason why we could not reach to kalam s vision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X