Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mizoram Election : મિઝોરમની આ ચાર સીટો પર તમામની નજર, જાણો કોણ કોના પર ભારી?

મિઝોરમમાં ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે અને આવતીકાલ એટલે કે 7 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે. મિઝોરમની 4 સીટો પર તમામની નજર રહેશે.

મિઝો નેશનલ ફ્રન્ટ પાસે હાલમાં 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં બહુમતી છે. પરંતુ આ વખતે ચૂંટણીના સમીકરણો પહેલા કરતા સાવ અલગ જ દેખાય છે.

Mizoram Election

મિઝોરમમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો છે અને મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ સાથે આ વખતે લાલદુહોમાની આગેવાની હેઠળની જોરમ નેશનાલિસ્ટ પાર્ટી પણ સત્તા માટે દાવેદાર હોવાનું કહેવાય છે.

સેરછિપ
ZPM નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમા આ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તે અહીંથી જીત્યા હતા. આ વખતે તેનો સામનો MNF નવોદિત જે. માલ્સોમઝુઅલ વાંચાવાંગ અને કોંગ્રેસના ઉમેદવાર આર. વાનલાલાતલુઆંગા સાથે છે.

લાલદુહોમાએ 2018માં આ સીટ પરથી પાંચ વખતના મુખ્યમંત્રી લાલ થનહવલાને હરાવ્યા હતા. માલ્સોમઝુઅલ વાનચવાંગના આગમનથી આ વખતે સ્પર્ધા વધુ રોમાંચક બની છે.

આઈઝોલ ઈસ્ટ-1
સૌથી લોકપ્રિય સીટ આઈઝોલ ઈસ્ટ-1 પર તમામ લોકોની નજર રહેશે. મુખ્યમંત્રી જોરામથાંગા ફરી આ સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં જોરામથાંગા અહીંથી જીત્યા હતા. આ વખતે તેમની સામે જોરમ પીપલ્સ મૂવમેન્ટ ઉપાધ્યક્ષ લાલથાનસાંગા છે. આઈઝોલ ઈસ્ટ-1 એક સમયે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ હતો. આ સ્થિતિમાં અહીં ત્રિકોણીય હરીફાઈ થઈ શકે છે.

આઈઝોલ વેસ્ટ-3
આ વખતે પણ આ સીટ પર ત્રિકોણીય મકાબલો છે. અહીં ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. ZPM ધારાસભ્ય વી.એલ, પૂર્વ નાણામંત્રી અને વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ લાલ સાવતા અને MNFના ઉમેદવાર કે. સોમવેલા અહીં એકબીજાને ટક્કર આપી રહ્યા છે. આ મતવિસ્તાર 2008 માં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અહીં સતત કોઈ પક્ષ જીતી શક્યો નથી.

હચ્છેક

હચ્છેક એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્રિપુરા બોર્ડર પાસે મમિત જિલ્લામાં આવેલું છે. હાલ આ સીટ પર કોંગ્રેસના લાલરિંડિકા રાલ્ટે ધારાસભ્ય છે. તેનો મુકાબલો રાજ્યના વર્તમાન ખેલ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયટે સામે થશે. MNFએ આ સીટ પર રોયટેને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જો કે આ વખતે રોયતે પણ મજબૂત દેખાય છે. મુખ્ય વિરોધ પક્ષ ZPM એ K.J. લાલબિયાકગેનધેટાને ટિકિટ આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X