દિલ્હીઃ AAP છોડી ભાજપમાં સામેલ થયેલ બે ધારાસભ્યોની સદસ્યતા રદ્દ
દિલ્હીઃ AAP છોડી ભાજપમાં સામેલ થયેલ બે ધારાસભ્યોની સદસ્યતા રદ્દ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનાર બે ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે આ મોટો ફેસલો લીધો છે. પક્ષ પલટો કાનૂન અંતર્ગત વિધાનસભા અધ્યક્ષે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલ બે ધારાસભ્ય અનિલ વાજપેયી અને દેવેન્દ્ર સહરાવતને અયોગ્ય ઠેરવ્યા છે. આ બંને ધારાસભ્ય આ વર્ષા શરૂઆતમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

અનિલ વાજપેયી અને દેવેન્દ્ર સહરાવતની સદસ્યતા ગઈ
હાલમાં જ કરાવલ નગરથી ધારાસભ્ય રહેલ કપિલ મિશ્રાને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા બાદ દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે ફરી એકવાર મોટો ફેસલો લીધો છે. તેમણે અનિલ વાજપેયી અને દેવેન્દ્ર સેહરાવતને પક્ષ પલટાના આધારે અયોગ્ય ઘોષિત કરી દીધા છે. અનિલ વાજપેયી ગાંધીનગરથી ધારાસભ્ય હતા અને કર્નલ દેવેન્દ્ર સહરાવત વિજયવાસન સીટથી ધારાસભ્ય ચૂંટાયા હતા.
|
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલનો મોટો ફેસલો
જણાવી દઈએ કે ભાજપ અને દેવેન્દ્ર સેહરાવત ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. જે સમયે તેમણે આમ આદમી પાર્ટી છોડીને ભગવો ખેસ ધારણ કરી લધો હતો તે સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. જો કે આમ આદમી પાર્ટી છોડતી વખતે અનિલ વાજપેયીએ કહ્યું હતું કે સન્માન ન મળવા અને પાર્ટીમાં વ્યક્તિગત રીતે કામકાજથી દુખી હોવાથી મેં પાર્ટી છોડી દીધી. વધુમાં તેમણે કહ્યું હતું કે પાર્ટી પોતાના રસ્તેથી ભટકી ગઈ છે.

કપિલ મિશ્રા બાદ વધુ બે ધારાસભ્યોની સભ્યતા રદ્દ
બીજી તરફ દેવેન્દ્ર સેહરાવતે પણ આત્મસન્માનનું કારણ આગળ ધરી પાર્ટી છોડી હોવાનું જણાવ્યું હતું. અગાઉ આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય કપિલ મિશ્રાની સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી, જે બાદ તેમણે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ઉમ્મીદ જતાવી હતી કે અનિલ વાજપેયી અને દેવેન્દ્ર સેહરાવત સિવાય સુલ્તાનપુર માજરાધી ધારાસભ્ય સંદીપ કુમાર પણ અયોગ્ય ઘોષિત કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા સંદીપ કુમારે બહુજન સમાજ પાર્ટી માટે પ્રચાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
