For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ કરે તો અપમાન, સાંસદ-ધારાસભ્યો કરે તો સન્માન

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 14 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં જે રીતે બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોએ આજે ચપ્પલ-જૂતાં પહેરી ટેબલ પર ચઢીને હંગમો કર્યો, કાગળો રાજ્યપાલ પર ફેંક્યા અને પોસ્ટર, બેનર લહેરાવ્યા, તેને જોઇને કોઇ સામાન્ય વ્યક્તિ પણ એવું જ કહેશે કે આ સદનનું અપમાન છે. શું આ ધારાસભ્યો કે પછી આવું જ કામ સંસદ ભવનની અંદર કરનારા સાંસદો વિરુદ્ધ ક્યારેય પણ કોઇ કેસ થાય છે? ના! તો પછી કેજરીવાલ વિરુદ્ધ કેમ. આ તે એ વાત થઇ ગઇ કે, તમે કરો તો સન્માન અને હું કરું તો અપમાન.

up-vidhan-sabha
અમે અહીં કેજરીવાલનું નામ એટલા માટે લઇ રહ્યાં છીએ, કારણ કે તેમણે જ્યારે પોતાના સાથી પ્રશાંત ભુષણ અને કિરણ બેદી સાથે મંચ પર ઉભા થઇને કહ્યું હતું, 'સંસદમાં હત્યારા અને બળાત્કારીઓ બેસે છે'. તો તેના વિરુદ્ધ સંસંદનું અપમાન કરવાનો કેસ ઠોકી દેવામાં આવ્યો હતો. સંસદ તરફથી તેને કોર્ટની નોટિસ મોકલવામાં આવી અને કહ્યું કે તે પોતાની જીભને કાબુમાં રાખે.

કેજરીવાલે તો જીભને કાબુમાં રાખી લીધી, પરંતુ આપણા સાંસદ અને ધારાસભ્યો પોતાને કાબુમાં નથી રાખી શક્યા. દેશના સાંસદ-ધારાસભ્યો અવાર-નવાર આવા ચમત્કાર કરતા રહે છે. સદનની અંદર ટેબલ પર ઉભા રહીને અખિલેશ યાદવની સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરનારા ધારાસભ્યોને કદાચ એ ખબર નહીં હોય કે, સદન એક મંદિર છે અને આ મંદિરની અંદર કાયદાકીય રીતે જૂતાં-ચપ્પલ પહેરીને જવાની મનાઇ હોય છે, પરંતુ આ વાતને હવે કોઇ નથી માનતુ.

અમે અહીં માત્ર બસપા વિરુદ્ધ ભડાસ કાઢવા માટે નથી બેઠા અને ના તો અખિલેશ સરકારની સાઇડ લઇ રહ્યા છીએ, કારણ કે જે કામ બસપાના ધારાસભ્યોએ આજે કર્યુ છે, તે કામ સપાના ધારાસભ્યો માયાવતી સરકારના સમયે કરતા હતા. આવું માત્ર યુપીમાં જ નહી પરંતુ જમ્મુ-કાશ્મિરથી લઇને તામિળનાડુ સુધી દરેક સ્થળે આવી ઘટનાઓ ઇતિહાસના પન્નાઓમાં નોંધાયેલી છે.

દરેક વખતે દેશની જનતા ટીવી પર સદનના નઝારા જુઓ છે અને કંઇ બોલતી નથી. જનતા ચુપ છે, તેનો અર્થ એ નથી કે તે હંમેશા આ સહન કરશે. અમે અહીં દેશના માનનીયોને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે જનતાની ભાવનાને છંછેડો નહી. એ પણ ના ભુલો કે સદનની કાર્યવાહી જનતાના પૈસાથી ચાલી રહી છે. જો આવું નિરંતર થતું રહે, તો એકના એક દિવસે દેશની જનતા પોતાની સ્ટાઇલમાં તમને પાઠ ભણાવશે.

English summary
Bahujan Samaj Party MLA's created ruckus in Assembly on the first day of Budget session. The way the did was totally insult of Assembly. We saw several cases like this but legal notice issued only against the people like Arvind Kejriwal. Why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X