ધારાસભ્ય શ્રીમંત પાટીલ : 'ભાજપે પાર્ટીમાં જોડાવા માટે પૈસા આપ્યા નથી, સ્વેચ્છાએ જોડાયો છું'

કર્ણાટકના ભાજપના ધારાસભ્ય શ્રીમંત પાટીલે પોતાના નિવેદન પરથી પલટતા જણાવ્યું હતું કે, ભાજપે તેમને પાર્ટીમાં જોડાવા માટે કોઈ પૈસા આપ્યા નથી. તેમને પોતાની મરજીથી ભાજપમાં જોડાયા હતા.

નવી દિલ્હી : કર્ણાટકના ભાજપના ધારાસભ્ય શ્રીમંત પાટીલે પોતાના નિવેદન પરથી પલટતા જણાવ્યું હતું કે, ભાજપે તેમને પાર્ટીમાં જોડાવા માટે કોઈ પૈસા આપ્યા નથી. તેમને પોતાની મરજીથી ભાજપમાં જોડાયા હતા.

પોતાના નિવેદનથી પલટતા શ્રીમંત પાટીલે સ્પષ્ટતા કરી

ભાજપના ધારાસભ્ય શ્રીમંત પાટીલે આ અગાઉ એમ કહીને રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો કે, ભાજપને અગાઉની જેડીએસ-કોંગ્રેસ સરકારને પડતી મૂકવા માટે પાર્ટીમાં જોડાવા માટે નાણાની ઓફર કરવામાં આવી હતી. હવે પોતાના નિવેદનથી પલટતા શ્રીમંત પાટીલે સ્પષ્ટતા કરી છે કે, તેમને સ્વેચ્છાએ ભાજપમાં જોડાયા છે.

Shrimant Patil

"એક પણ પૈસો લીધા વગર હું ભાજપમાં જોડાયો છું.

શ્રીમંત પાટીલે દાવો કર્યો હતો કે, ભાજપે તેમને કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવા માટે પૈસાની ઓફર કરી હતી, પરંતુ તેણે પૈસા લેવાની ના પાડી દીધી હતી. શ્રીમંત પાટિલે તેમના અગાઉના નિવેદનમાં કહ્યું હતું કે, "એક પણ પૈસો લીધા વગર હું ભાજપમાં જોડાયો છું.

શ્રીમંત પાટીલે દાવો કર્યો હતો - ભાજપે પૈસાની ઓફર કરી હતી

ભાજપે મને પૂછ્યું હતું કે, મારે કેટલા પૈસા જોઈએ છે. તેમ છતા મે એક પણ પૈસા લીધો ન હતો." ઉલ્લેખનીય છે કે, શ્રીમંત પાટીલ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જે બાદ શ્રીમંત પાટીલને બીએસ યેદિયુરપ્પા કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શ્રીમંત પાટીલે હવે કહ્યું - મારા નિવેદનનો ખોટું અર્થઘટન કરાયું છે

શ્રીમંત પાટીલે હવે તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, તેમને (ભાજપ) મને પૈસાની ઓફર કરી નથી. તે શબ્દોનો દુરુપયોગ હતો. કોઈએ મને આકર્ષવાનો પ્રયત્ન કર્યો નહીં. હું મારા સિદ્ધાંતોને કારણે સ્વેચ્છાએ ભાજપમાં જોડાયો છું.

ડીકે શિવકુમારે શ્રીમંત પાટીલે કરેલા દાવાઓની તપાસની માંગણી કરી

કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે આ સમગ્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.ડીકે શિવકુમારે શ્રીમંત પાટીલે કરેલા દાવાઓની તપાસની માંગણી કરી હતી.

જોડતોડની રાજનિતિ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ - શિવકુમાર

એક ટ્વિટમાં શિવકુમારે કહ્યું કે, "શ્રીમંત પાટીલ સાચું બોલ્યું હતા. ભાજપે વાસ્તવમાં ઓપરેશન કમલનો ઉપયોગ કરીને પૂર્વ મંત્રી શ્રીમંત પાટીલને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે બોલવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છું. તાત્કાલિક ACB દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવવી જોઈએ અને જોડતોડની રાજનિતિ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X