પંજાબના મુખ્યમંત્રીએ લીધા ધડાધડ ફેસલા, ધારાસભ્યોને એક કાર્યકાળનું જ પેંશન મળશે
પંજાબના મુખ્યમંત્રીએ લીધા ધડાધડ ફેસલા, ધારાસભ્યોને એક કાર્યકાળનું જ પેંશન મળશે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં ધારાસભ્યોની બેઠકને લઈ મહત્વનો ફેસલો લીધો છે. ભગવંત માને ફેસલાની જાણકારી આપતા જણાવ્યું કે હવે રાજ્યના ધારાસભ્યોને એક વખત જ પેંશનનો ફાયદો મળશે, પછી ભલેને તેઓ ગમે તેટલી વખત જીતીને કેમ ના આવ્યા હોય. આ ફેસલો પૂર્વ ધારાસભ્યો પર પણ લાગૂ થશે.

પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સાથે જ એમપણ કહ્યું કે ધારાસભ્યોના પરિવારને મળતાં ભથ્થામાં પણ કટૌતી કરવામાં આવશે. એક અઠવાડિયા પહેલાં પંજાબના સીએમની ખુરશી પર બેસનાર મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યમાં એક પછી એક મોટા ફેસલા લઈ રહ્યા છે. અગાઉ મંગળવારે ભગવંત માને કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં સેવા આપી રહેલા 35000 અસ્થાયી કર્મચારીઓને સ્થાઈ નિયુક્તિ આપશે. ભગવંત માને આ ફેસલાને ઐતિહાસિક ગણાવ્યો.
25000 સરકારી નોકરીની ઘોષણા
તે પહેલાં શનિવારે 19 માર્ચના રોજ ભગવંત માને સીએમ બન્યા બાદ પહેલી કેબિનેટ બેઠકમાં 25000 સરકારી નોકરી આપવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. જે અંતર્ગત 10,000 સરકારી નોકરીઓ રાજ્યમાં પોલીસ વિભાગમાં આપવામાં આવશે જ્યારે 15000 પદનું સર્જન અન્ય વિભાગો, પરિષદો અને નિગમોમાં કરવામાં આવશે.
એન્ટી કરપ્શન હેલ્પલાઈન
જ્યારે 23 માર્ચે શહીદી દિવસ પર પંજાબ સરકારે એન્ટી કરપ્શન હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર રાજ્યનો કોઈપણ વ્યક્તિ રિશ્વત સામે ફરિયાદ નોંધી શકે છે.
ભગવંત માને મોબાઇલ નંબર- 9501200200 જાહેર કરતાં કહ્યું હતું કે આ મારો નંબર છે. જો કોઈ તમારી પાસેથી લાંચ માંગે તો તેને ના પાડશો નહીં બલકે તેનું રેકોર્ડિંગ કરી લો અને અમારા આ નંબર પર મોકલી આપો. પછી ભ્રષ્ટાચારની સજા શું મળે તે અમે જણાવીશું. રાજ્યમાં હવે ભ્રષ્ટાચાર સહન નહીં કરાય. મુખ્યમંત્રીએ આ પહેલમાં લોકોના સમર્થનની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
