For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં મોબ લિંચિંગ, યુવકની મારી મારીને હત્યા, બે ઘાયલ

રવિવારે ઝારખંડના ખુન્તી જિલ્લામાં એક આદિવાસીને હિંસક ટોળાએ માર માર્યો હતો. તે ઈસાઈ ધર્મનો માનનાર હતો.

|
Google Oneindia Gujarati News

રવિવારે ઝારખંડના ખુન્તી જિલ્લામાં એક આદિવાસીને હિંસક ટોળાએ માર માર્યો હતો. તે ઈસાઈ ધર્મનો માનનાર હતો. તેની સાથે વધુ બે લોકોને માર મારવામાં આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે આ કેસમાં આશરે અડધો ડઝન લોકોને અટકાયતમાં લીધા છે. તેમાંથી કેટલાક બજરંગ દળના કાર્યકરો હોવાનું કહેવાય છે. મામલો ગૌહત્યા ઉપર મોબ લિંચિંગનો છે. આ ઘટના કારા પોલીસ સ્ટેશન વિસ્તારના જલતાતા સુરી ગામની છે.

Mob lynching

ગામના લોકોને બાતમી મળી હતી કે નદી કિનારે ગૌતસ્કરી કરવામાં આવી રહી છે. બાતમી મળતાં આસપાસના ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને નદી પાસે પહોંચતાની સાથે જ તેઓએ કેટલાક લોકોને ત્યાં ગૌતસ્કરી કરતા જોયા હતા. આ સમયે ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ લોકોને પકડ્યા હતા અને ઉગ્ર માર મારવાનું શરૂ કર્યું હતું. બાતમી મળ્યા બાદ કારા પોલીસ મથકે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઘટના સ્થળે પહોંચી હતી અને મધ્યસ્થીનો બચાવ કરતાં ત્રણ ઇજાગ્રસ્ત યુવકોને પોતાના કબજામાં લીધા હતા. ઇજાગ્રસ્ત ત્રણેયને પ્રાથમિક સારવાર માટે કરરા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી બેને વધુ સારી સારવાર માટે રિમ્સ રિફર કરાયા હતા. રિમ્સ ખાતે સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: નાબાલિક મુસ્લિમ યુવકે જય શ્રી રામ કહેવાની ના પાડી, તો સળગાવી દીધો

મૃતકની ઓળખ લાપુંગ પોલીસ સ્ટેશનના ગોપાલપુરમાં રહેતા કલન્ટસ બાર્લા તરીકે થઈ હતી. ઘાયલ ફિલિપ હોરો અને ફાગુ કચ્છપ સ્થાનિક કરરાના રહેવાસી છે. આ કેસમાં પાંચ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. ડીઆઈજી વેણુગોપાલ હોમકર ખુદ સ્થળ પર પહોંચી ગયા છે અને આ મામલાની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દેશમાં મુસલમાનો સુરક્ષિત નથી, મોબ લિન્ચિંગના નામે કતલ થઇ રહ્યા છે

English summary
Mob lynching in Jharkhand, youth killed, two injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X