For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મુસલમાનો સુરક્ષિત નથી, મોબ લિન્ચિંગના નામે કતલ થઇ રહ્યા છે

સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફિકુરહેમાન બર્કે સંબલમાં ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે દેશમાં મુસલમાનો સુરક્ષિત નથી.

|
Google Oneindia Gujarati News

સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફિકુરહેમાન બર્કે સંબલમાં ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે દેશમાં મુસલમાનો સુરક્ષિત નથી. મોબ લિન્ચિંગના નામે કતલ થઇ રહ્યા છે. તેમને કહ્યું કે અમને જીવવાનો અધિકાર ક્યારે મળશે, જયારે મુસલમાન સમાજ પોતાના દેશને પ્રેમ કરે છે. આઝાદીના સમયે પણ બધા જ મુસલમાનોએ કુરબાની આપી હતી.

muslim

સપા સાંસદ ડો. શફિકુરહેમાન બર્ક શનિવારે ચંદૌસીમાં રોઝા ઈફ્તાર પાર્ટીમાં શામિલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને ભાજપની સરકાર બનવાના સવાલ પર કહ્યું કે ભાજપા દેશની ઠેકેદાર નથી. આરએસએસ પર પ્રહાર કરતા તેમને કહ્યું કે વાતો બનાવતી આરએસએસ ઘ્વારા દેશ માટે કઈ પણ નથી કરવામાં આવ્યું. જયારે દેશની આઝાદીની લડાઈ માટે બધા મુસલમાનોએ કુરબાની આપી હતી. ત્યારપછી પણ દેશના મુસલમાનોને પાકિસ્તાન મોકલવાની વાત કરવામાં આવી રહી છે. હવે સંસદમાં અમે સરકારને સવાલ કરીશુ કે અમને દેશમાં જીવવાનો અધિકાર ક્યારે આપવામાં આવશે.

આ પણ વાંચો: ઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ!

વંદે માતરમને કારણે વિવાદોમાં આવ્યા હતા

સપા સાંસદ ડો. શફિકુરહેમાન બર્ક વિવાદો સાથે હંમેશા જોડાયેલા રહ્યા છે. વંદે માતરમનો વિરોધમાં સંસદથી વોક આઉટ કરવા જેવો મોટો વિવાદ તેમની સાથે જોડાયેલો છે. આજ રીતે કલંકીધામમા મંદિર નિર્માણ નહીં થવા દેવાના એલાન પછી તેઓ ચર્ચામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે 7 મેં 2018 દરમિયાન અલીગઢ મુસ્લિમ વિશ્વવિધાલયમાં જિન્નાની તસ્વીર અંગે ચાલી રહેલા વિવાદ પર સપા સાંસદ ડો. શફિકુરહેમાન બર્ક ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપા જિન્નાના નામ પર હિન્દૂ અને મુસલમાનો વચ્ચે નફરત ફેલાવવા માંગે છે. તેમને કહ્યું કે દેશની આઝાદીમાં જિન્નાએ પણ ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો: રામદેવ બાબાની વિપક્ષને સલાહ, કહ્યું- હવે 10-15 વર્ષ કપાલભાતિ કરો

English summary
Muslims are not safe in the country, they are being killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X