For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવ બાબાની વિપક્ષને સલાહ, કહ્યું- હવે 10-15 વર્ષ કપાલભાતિ કરો

રામદેવ બાબાની વિપક્ષને સલાહ, કહ્યું- હવે 10-15 વર્ષ કપાલભાતિ કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી બીજી વખત પીએમ બનતાં યોગ ગુરુ અને વ્યાપારી બાબા રામદેવે બાબાએ વિપક્ષને એક સલાહ આપી છે. તેમણે કહ્યું કે ભાજપ હવે લાંબા સમય સુધી સત્તામાં રહેશે અને વિપક્ષમાં બેઠેલ પાર્ટીઓ લાંબા સમય સુધી સત્તાથી દૂર રહેશે. રામદેવે વ્યંગ કરતા કહ્યું કે વિપક્ષના નેતા આગલા 10-15 વર્ષ સુધી કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરતા રહે જેથી તેઓ તણાવમુક્ત થઈ શકે.

મોદી બીજીવાર ચૂંટાતા વિપક્ષ તણાવમાંઃ રામદેવ

મોદી બીજીવાર ચૂંટાતા વિપક્ષ તણાવમાંઃ રામદેવ

રામદેવે બાબાએ કહ્યું કે મોદી બીજીવાર સત્તામાં આવતાં વિપક્ષી દળોના નેતા તણાવમાં છે. તેમણે 10-15 વર્ષ સુધી તણાવને દૂર રાખવા માટે કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવું જોઈએ. રામદેવે પીએમ મોદીના પણ વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ આર્થિક, સામાજિક અને સાંસતૃતિક પડકારોથી પાર પડશે અને વિકાસના પથ પર આગળ વધશે.

ભાજપને બહુમત મળ્યા બાદ સતત વખાણ કરી રહ્યા છે

ભાજપને બહુમત મળ્યા બાદ સતત વખાણ કરી રહ્યા છે

રામદેવ સતત ભાજપ અને પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. ગુરુવારે મોદીએ શપથ લીધા બાદ તેમણે ટ્વીટ કર્યું, મોદીજીના નેતૃત્વમાં દેશ આર્થિક અને વૈચારિક દરિદ્રતાથી મુક્ત થશે. સ્વશિક્ષા, સ્વભાષા, સ્વસંસ્કૃતિથી ભારતની વિરાસતને ગૌરવ મળશે. અગાઉ બાબા રામદેવે 23 મેના રોજ મોદી દિવસના રૂપમાં મનાવવાની માંગણી કરી હતી, કેમ કે 23 મેના રોજ જ પરિણામ આવ્યાં હતાં અને ભાજપને જીત મળી હતી.

બીજીવર મોદીએ પીએમ પદના શપથ લીધા

બીજીવર મોદીએ પીએમ પદના શપથ લીધા

મોદી અને મંત્રિપમંડે શપથ લીધા. નરેન્દ્ર મોદીએ ગુરુવારે બીજી વખત પીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા. મોદી સતત બીજીવાર પીએમ બન્યા છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા. મોદીની સાથે 57 મંત્રિઓએ પણ શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં 6 હજારથી પણ વધુ મહેમાન સામેલ થયા હતા.

રાજસ્થાનમાં વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા બની રહી છે રાજસ્થાનમાં વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા બની રહી છે

English summary
ramdev baba's tont to opposition party, said do kapalbhati for next 15 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X